આ બંને વચ્ચે અગાઉથી જ પ્રેમ સંબંધ હતા. તેમજ લગ્નેત્તર સંબંધના ઇરાદે પ્રેમી ઝપાઝપી કરીને પરિણીતાને ભગાડી ગયો હતો. આ અંગે પરિણીતાના પ્રેમીએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પત્નીના પ્રેમી આશીફ સામે ફરિયાદ કરતાં પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પતિએ પત્નીને લગ્ન બહારના સંબંધ રાખવાના ઇરાદે આશીફ ભગાડી ગયો હોવાની ફરિયાદ કરી છે.
2/3
આ અંગેની વિગતો એવી છે કે, ગઢ ગામની પરિણીત યુવતી ગત 17મીના રોજ સાંજે પોતાના પતિ સાથે બાઇક પર જતી હતી. દરમિયાન કંકાલા ગામ પાસે યુવતીનો પ્રેમી આસિફ ઉર્ફે પયો અશરફભાઈ મોગલ પીછો કરતો ત્યાં આવી પહોંચ્યો હતો અને યુવતીના પતિ સાથે ઝપાઝપી કરી હતી.
3/3
દેડિયાપાડાઃ તાલુકાના ગઢ ગામે રહેતી પરણીત યુવતીને પ્રેમી ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. યુવતી પતિ સાથે બાઇક પર જતી હતી, ત્યારે પ્રેમીએ પીછો કરી યુવતીના પતિ સાથે મારામારી કરી યુવતીને ભગાડી ગયો હતો. પરિણીતાના પતિએ પત્નીના પ્રેમી સામે ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.