Crime News: તુ તારી બહેનને કેમ નથી મોકલતો, તેમ કહી ધારિયાના ઘા ઝીંકી કરી નાખી ઘાતકી હત્યા
Crime News: દાહોદ વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીંગાપુર ગામે સાળાએ જ બનેવીની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. મૃતક અને આરોપીએ સામ સામે બહેનો સાથે લગ્ન કર્યા હતા.

Crime News: દાહોદ વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીંગાપુર ગામે સાળાએ જ બનેવીની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. મૃતક અને આરોપીએ સામ સામે બહેનો સાથે લગ્ન કર્યા હતા. સાટાપાટમાં થયેલા લગ્નને કારણે વિવાદ ચાલતો હતો. મુળ પંચમહાલના દહીકોટના વતની મૃતક પ્રતાપ બારીયા સીંગાપુર ગામે રહેતા હતા.
પ્રતાપ ભાઈ સવારે પોતાની પત્ની સાથે ખેતી કરતા હતા તેવા સમયે સાળો નાયકાભાઈ બારીયા આવી તુ તારી બહેનને કેમ નથી મોકલતો તેમ કહી ગળાના ભાગે અને હાથના ભાગે ધારીયુ મારતા પ્રતાપ ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે બાદ તેમનું મોત નિપજ્યું હતું. હત્યાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભેસાણમાં સસરાએ કરી પુત્રવધુની હત્યા
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસાણ તાલુકાના ચણાકા ગામે હત્યાના મામલાથી ચકચાર મચી જવા પામી છે. અહીં સસરાએ જ પુત્રવધુની હત્યા કરી નાખી છે. મૃતક મહિલાનું નામ રસીલાબેન છે. આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર મહીલા ઘર ચલાવવા અન્યની વાડીએ મજુરી કામે જતી હતી. જે મહિલાના સસરાને પસંદ નહોતું. જે વાતનો ખાર રાખી મહિલાના સસરાએ પુત્રવધુનું ઢીમ ઢાળી દીધું હતું. મહિલાના સસરા શંભુ માંડવીયા સામે હાલમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે, આ હત્યા અંગે હાલમાં ભેસાણ પોલીસ તપાસ કરી રહી છે.
પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો લેવાયો ભોગ
નવસારીના ખેરગામમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો. વિવાદને કારણે પીનલ પુત્રી સાથે તેના પિયર ભેરવી રહેતી હતી, જ્યારે જગદીશ દીકરા જય સાથે રહેતો હતો.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી ખેરગામ પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ હુમલામાં ઘાયલ પીનલને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. પોલીસે ભાગી છૂટેલા જગદીશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પિતા સામે પુત્રની હત્યા અને પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial





















