તમે જાતે પણ લડી શકો છો પોતાનો કેસ, કોઇ વકીલની નથી જરૂર, જાણો પ્રોસેસ
Advocate Act: કોઈ પોતાનો કેસ કેવી રીતે લડી શકે? ચાલો જાણીએ આ માટેની પ્રક્રિયા શું છે.
![તમે જાતે પણ લડી શકો છો પોતાનો કેસ, કોઇ વકીલની નથી જરૂર, જાણો પ્રોસેસ Advocate Act: you can fight your case yourself no need of a lawyer તમે જાતે પણ લડી શકો છો પોતાનો કેસ, કોઇ વકીલની નથી જરૂર, જાણો પ્રોસેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/05/90c4fa2c5ff4cc3cc721ca720cf92d56171231243524174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Advocate Act: ઘણીવાર લોકોને તેમના જીવનના અમુક તબક્કે કોર્ટના ચક્કર કાપવા પડે છે. ઘણા પ્રસંગો એવા બનતા હોય છે જ્યાં લોકોએ વકીલો રાખવા પડે છે. જેમાં લોકોના ઘણા રૂપિયા બરબાદ થઇ જાય છે પરંતુ તેમ છતાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વકીલો ઘણા પૈસા લીધા પછી પણ યોગ્ય રીતે કેસ લડી શકતા નથી.
અને તેમના ગ્રાહકોને ન્યાય આપવામાં અસમર્થ છે. જો તમને લાગે કે તમારા વકીલ તમારા કેસને યોગ્ય રીતે રજૂ કરી રહ્યા નથી. તો તમે તમારો કેસ જાતે પણ લડી શકો છો. જેનાથી તમારા રૂપિયા પણ બચશે. કોઈ પોતાનો કેસ કેવી રીતે લડી શકે? ચાલો જાણીએ આ માટેની પ્રક્રિયા શું છે.
કોઈપણ વ્યક્તિ પોતાનો કેસ લડી શકે છે
ઘણીવાર કાયદાકીય બાબતોમાં વકીલો કોર્ટમાં કેસની ઉલટતપાસ કરતા જોવા મળે છે. કેટલીકવાર વકીલો કેસને સારી રીતે રજૂ કરી શકતા નથી અને તેમની ફી પણ વધુ હોય છે. તો આવા સંજોગોમાં ભારતીય બંધારણે તમને તમારા માટે લડવાનો અધિકાર આપ્યો છે. બંધારણની કલમ 32 હેઠળ તમને તમારો કેસ લડવાનો અધિકાર કેવી રીતે મળે છે? એડવોકેટ એક્ટ 1961 હેઠળ કોઈપણ વ્યક્તિ કોર્ટમાં પોતાનો કેસ લડી શકે છે. ન્યાયાધીશો પણ દરેકને આમ કરવાની મંજૂરી આપે છે.
કાયદાની ડિગ્રી હોવી જરૂરી નથી
કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પોતાનો કેસ લડવાનો અધિકાર છે. આ માટે બંધારણે આ અધિકાર આપ્યો છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ માટે કોઈપણ વ્યક્તિએ કાયદાની ડિગ્રી મેળવવી જરૂરી નથી. આ માટે તમારે ફક્ત ન્યાયાધીશની પરવાનગી લેવી પડશે અને કેસની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. જો તમે ઇચ્છો તો તમે કેસને સમજવા માટે ન્યાયાધીશ પાસેથી થોડો સમય પણ માંગી શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)