Jobs Layoffs: બોઇંગ બાદ હવે એરબસ પણ કરી શકે છે છટણી, હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાશે
એવિએશન સેક્ટરની દિગ્ગજ કંપની એરબસ પણ છટણી કરવા જઇ રહી છે. કંપની લગભગ 2,500 લોકોને છૂટા કરવા જઈ રહી છે
Airbus: એવિએશન સેક્ટરની દિગ્ગજ કંપની એરબસ પણ છટણી કરવા જઇ રહી છે. કંપની લગભગ 2,500 લોકોને છૂટા કરવા જઈ રહી છે. એરબસની મુખ્ય હરીફ બોઇંગે પહેલેથી જ મોટી છટણીની જાહેરાત કરી છે. કંપનીએ ડિફેન્સ અને સ્પેસ ડિવિઝનમાંથી છટણી કરવાનો નિર્ણય કર્યો છે. આ વિભાગોમાં લગભગ 35 હજાર કર્મચારીઓ કામ કરે છે. કંપનીનું કહેવું છે કે વધતા ખર્ચ અને ડિફેન્સ પ્રોજેક્ટ્સમાં વિલંબના કારણે આ કડક નિર્ણય લેવો પડ્યો છે.
સ્પેસ ડિવીઝન પર સૌથી વધુ અસર થશે
એરબસ એ દિગ્ગજ વિમાન નિર્માતા યુરોપિયન કંપની છે. એએફપી અને બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે આ નિર્ણયની સૌથી વધુ અસર સ્પેસ ડિવિઝન પર પડશે. તેમાં ફાઇટર એરક્રાફ્ટ અને સાયબર સિક્યોરિટી ઓપરેશન્સ પણ સામેલ છે. હાલમાં એરબસે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, એરબસ સ્પેસ સેક્ટરમાં તેના કાર્યક્રમો પર લગભગ 980 મિલિયન ડોલર ખર્ચ કરી રહી છે. હવે કંપની આ કાર્યક્રમોને આગળ વધારવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં રીસ્ટ્રક્ચરિંગ સહિતના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
બોઇંગમાંથી 17 હજાર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે
રિપોર્ટ અનુસાર, એરબસ આ છટણીને લઈને કર્મચારી યુનિયન સાથે પણ વાતચીત કરી રહી છે. એરબસ પેસેન્જર અને કાર્ગો પ્લેન માટે જાણીતી છે. જો કે, તેની પાસે સંરક્ષણ, અવકાશ અને હેલિકોપ્ટર ડિવીઝન પણ છે. તાજેતરમાં બોઇંગે તેના વૈશ્વિક કર્મચારીઓમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે લગભગ 17 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે. હડતાળના કારણે કંપનીને મોટું નુકસાન થયું છે. કંપનીના કર્મચારીઓ સારા પગાર અને પેન્શનની માંગને લઈને હડતાળ પર છે. આ સિવાય કંપની પહેલાથી જ તેના એરક્રાફ્ટની ગુણવત્તાને લઈને ગંભીર આરોપોનો સામનો કરી રહી છે.
અમેરિકામાં નોકરીની વાત કરીએ તો દરેક વ્યક્તિ એવું વિચારે છે કે અહીં નોકરી ફક્ત IIT કે MBA લોકો માટે જ છે, જ્યારે એવું નથી, અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ આવી નોકરીઓ છે, જેના માટે તમને ભારતીય ચલણમાં કરોડોનો પગાર મળશે. આજે અમે તમને એવી નોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
USA Jobs: ભારતીયો માટે અમેરિકામાં છે આ શાનદાર નોકરીઓ, મળે છે એક કરોડથી વધુ પગાર, જુઓ લિસ્ટ
Education Loan Information:
Calculate Education Loan EMI