CBSE 10th Result 2025: CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, કેવી રીતે જાણી શકશો?
CBSE 10th Result 2025: CBSE એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને CBSE 10માનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે.

CBSE 10th Result 2025: CBSE ધોરણ 10ની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. CBSE એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને CBSE 10માનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 93.66 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. CBSEની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત વિદ્યાર્થીઓ DigiLocker પર પણ પરિણામ ચેક કરી શકશો. જેની ઍક્સેસ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પહેલાથી જ આપવામાં આવી છે.
આ વખતે CBSE બોર્ડની 10મા ધોરણની પરીક્ષામાં લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 22 લાખ વિદ્યાર્થીઓ સફળ થયા છે. આમાં છોકરીઓ ફરી એકવાર જીતી ગઈ છે. આ વખતે 95 ટકા છોકરીઓ સફળ થઈ છે જ્યારે છોકરાઓનો પાસ થવાનો દર 92.63 ટકા છે. વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.
Central Board of Secondary Education (CBSE) declares Class X results.
— ANI (@ANI) May 13, 2025
CBSE Class X results: 93.60% of students pass the board exams. Passing percentage increased by 0.06% since last year.
Girls outshine boys by over 2.37% points; 95% girls passed the exam. pic.twitter.com/mveEwovbIC
તમે નીચે આપેલ વેબસાઇટ પરથી પરિણામ ચેક કરી શકો છો
cbse.gov.in
cbseresults.nic.in પર જાવ
પરિણામો.cbse.gov.in
ડિજીલોકર પર ધોરણ 10 ના પરિણામો કેવી રીતે ચેક કરવા
સ્ટેપ-1: 'ડિજિલોકર' એપ ડાઉનલોડ કરો
સ્ટેપ-2: digiLocker.gov.in પર જાઓ.
સ્ટેપ-3: તમારો રોલ નંબર, વર્ગ, શાળા કોડ અને 6 અંકનો પિન (શાળા દ્વારા આપવામાં આવેલ) દાખલ કરો.
સ્ટેપ-4: ચકાસણી માટે તમારા રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો.
સ્ટેપ-5: તમને સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
ઉમંગ એપ દ્ધારા ધોરણ 10નું પરિણામ કેવી રીતે ચેક કરવું
સ્ટેપ-1: 'ઉમંગ' એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ-2: એપ ઓપન કરો અને શિક્ષણ વિભાગમાં જાઓ અને 'CBSE' પસંદ કરો.
સ્ટેપ-3: તમારું પરિણામ ડાઉનલોડ કરવા માટે જરૂરી ક્રેન્ડેશિયલ દાખલ કરો
ધોરણ 10નું પરિણામ SMS દ્ધારા કેવી રીતે ચેક કરવું
સ્ટેપ-1: મેસેજિંગ એપ ઓપન કરો.
સ્ટેપ-2: ટાઇર કરો: સીબીએસઈ 10
સ્ટેપ-3: 7738299899 પર મોકલો
સ્ટેપ-4: તમારું પરિણામ SMS દ્વારા મેળવો.
Education Loan Information:
Calculate Education Loan EMI





















