SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
SSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.

SSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે તારિખ 08/05/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝર્લ્ટ જાણી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025 ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.#BoardExams#SSCResult #BoardResults2025 #AllTheBest #Education #PrafulPansheriya pic.twitter.com/U0qsnbmBRg
— Praful Pansheriya (@prafulpbjp) May 7, 2025
સોમવારે જાહેર થયું હતું ધોરણ 12નું પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. જિલ્લાનું સૌથી વધું 97.20 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લા અગ્રેસર રહ્યો છે જેનું પરિણામ 92.91 ટકા આવ્યું છે.ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15 ટકા પરિણામ આવ્યું છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેંદ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ જાહેર થયું છે ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
ક્યાં જિલ્લામાં કેટલા ટકા પરિણામ આવ્યું
- ધો.12 સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લાનું 93.61 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું 89.15 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં પંચમહાલ જિલ્લાનું 89.73 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું 93.33 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં ભાવનગરનું 95.82 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં મહેસાણા જિલ્લાનું 95.5 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં વલસાડમાં 89.52 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં સાબરકાંઠામાં 92.10 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરેંદ્રનગર જિલ્લાનું 95.76 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં આણંદ જિલ્લાનું 93.46 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લાનું 93.6 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં નવસારી જિલ્લાનું 95.61 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લાનું 93.3 ટકા પરિણામ
- ધો.12 સામાન્ય પ્રવાહમાં પોરબંદર જિલ્લાનું 90.84 ટકા પરિણામ
Education Loan Information:
Calculate Education Loan EMI





















