ECGC PO Recruitment 2022: સરકારી નોકરી મેળવવાનો મોકો, 16 લાખ મળશે વાર્ષિક પગાર, મે મહિનામાં યોજાશે આ પરીક્ષા
ECGC લિમિટેડમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માન્ય યુનિવર્સિટી, અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ.
ECGC PO Recruitment 2022: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની કંપની ECGC લિમિટેડ આજે 75 પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ECGCની અધિકૃત વેબસાઇટ, ecgc.in પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2022 છે. ઉમેદવારોએ અરજી સમયે 850 રૂપિયા ફી પણ ભરવાની રહેશે, જેની છેલ્લી તારીખ પણ 20 એપ્રિલ છે.
લાયકાત અને વય મર્યાદા
ECGC લિમિટેડમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માન્ય યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ. ઉમેદવારોની ઉંમર 21 માર્ચ, 2022 ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST/OBC/દિવ્યાંગ અને અન્ય આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા હળવા રહેશે, વધુ વિગતો માટે નોટિફિકેશન જુઓ.
પસંદગી પ્રક્રિયા
ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે ECGC લિમિટેડમાં પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની અરજીની વિગતોના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત કસોટી માટે બોલાવવામાં આવશે. આમાં સફળ જાહેર થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી યાદી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
વાર્ષિક પગાર 16 લાખ
પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ્સ માટે ECGC દ્વારા નિર્ધારિત પગાર ધોરણ મુજબ નિમણૂક પછી ઉમેદવારોની CTC વાર્ષિક રૂ. 16 લાખ હશે.
Education Loan Information:
Calculate Education Loan EMI