શોધખોળ કરો

Exam : CUET UG 2023 માટે કરી શકશો અપ્લાય, UGC અધ્યક્ષની જાહેરાત

અગાઉ NTAએ 3જી એપ્રિલે એપ્લિકેશન વિન્ડો બંધ કરી દીધી હતી. જે હવે આવતીકાલથી ત્રણ દિવસ માટે ખોલવામાં આવશે.

CUET UG 2023: જે વિદ્યાર્થીઓએ હજુ સુધી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ (CUET UG 2023) માટે નોંધણી નથી કરાવી તેમના માટે સારા સમાચાર છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ પરીક્ષા માટે એપ્લિકેશન વિન્ડો ફરીથી ખોલી છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત સાઈટ cuet.samarth.ac.in પર જઈને 11 એપ્રિલ સુધી અરજી કરી શકે છે. અગાઉ NTAએ 3જી એપ્રિલે એપ્લિકેશન વિન્ડો બંધ કરી દીધી હતી. જે હવે આવતીકાલથી ત્રણ દિવસ માટે ખોલવામાં આવશે.

UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, CUET UG 2023 માટે અરજી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે, ઘણા વિદ્યાર્થીઓની વિનંતી બાદ રવિવાર, સોમવાર અને મંગળવારે CUET-UG માટે એપ્લિકેશન પોર્ટલ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોર્ટલ 11 એપ્રિલ 2023 ના રોજ રાત્રે 11.59 વાગ્યે બંધ થઈ જશે.

ગયા વર્ષ કરતાં વધુ નોંધણી

CUET UG કેન્દ્રીય યુનિવર્સિટીઓ, રાજ્ય યુનિવર્સિટીઓ અને અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે હાથ ધરવામાં આવે છે. તેની શરૂઆત ગયા વર્ષથી યુજીસી દ્વારા કરવામાં આવી હતી. આ વખતે તે બીજી આવૃત્તિ છે. જેના માટે અત્યાર સુધીમાં લાખો વિદ્યાર્થીઓએ અરજી કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની નોંધણી પ્રક્રિયામાં 41 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય ગત વર્ષે 90 યુનિવર્સિટીઓએ આ પરીક્ષાને અપનાવી હતી. જે આ વખતે વધીને 242 થઈ ગઈ છે.

તમે કેવી રીતે નોંધણી કરાવી શકશો

સ્ટેપ 1: સૌ પ્રથમ ઉમેદવારો CUET ની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in 2023ની મુલાકાત લો.

સ્ટેપ 2: પછી હોમપેજ પર "નોંધણી કરો" પર ક્લિક કરો.

સ્ટેપ 3: પછી ઉમેદવારનો પાસવર્ડ જનરેટ કરવા માટે ઈમેલ આઈડી દાખલ કરો.

સ્ટેપ 4: હવે ઉમેદવારો તેમના નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગિન કરે છે.

સ્ટેપ 5: આ પછી અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો.

સ્ટેપ 6: હવે વિદ્યાર્થી અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો.

સ્ટેપ 7: પછી વિદ્યાર્થી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.

સ્ટેપ 8: અંતે વિદ્યાર્થી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં 11 આદિવાસી મહિલાઓ પર બળાત્કારના આરોપી 21 પોલીસ કર્મીઓ નિર્દોષ જાહેર

આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના એક ગામમાં 16 વર્ષ પહેલા 11 કોંધ આદિવાસી મહિલાઓ પર સામૂહિક બળાત્કારના આરોપી 21 પોલીસકર્મીઓને વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. બે તપાસ અધિકારીઓની નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળતાના કારણે કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.

ઓગસ્ટ 2007માં એક વિશેષ ટીમ 'ગ્રેહાઉન્ડ્સ' સાથે જોડાયેલા પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓ પર કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. 2018માં વિશાખાપટ્ટનમમાં સુનાવણી શરૂ થઈ હતી. ગુરુવારે (6 એપ્રિલ) ના રોજ 11મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ-કમ-સ્પેશિયલ કોર્ટે પોલીસકર્મીઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગેરરીતિની તપાસના આધારે નિર્દોષ જાહેર કર્યા સાથે સુનાવણી પૂરી થઈ હતી. દરમિયાન, કોર્ટે આદેશ આપ્યો કે બળાત્કાર પીડિતોને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DALSA) દ્વારા વળતર ચૂકવવામાં આવે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget