શોધખોળ કરો

Gandhinagar: સરકારી શિક્ષક બનવા માગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, સરકારે ટેટ-2ની પરીક્ષા અંગે જાહેરનામું બહાર પાડ્યું

ગાંધીનગર:  ચૂંટણી અગાઉ સરકારી શાળામાં શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે  ટેટ-2 પરીક્ષાનો કાર્યક્રમ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

ગાંધીનગર:  ચૂંટણી અગાઉ સરકારી શાળામાં શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે  ટેટ-2 પરીક્ષાનો કાર્યક્રમ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. 2023 ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ટેટ-ટુની પરીક્ષા લેવાશે. 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. તમને જણાવી દઈએ કે, ધોરણ 6 થી ૮માં શિક્ષકની ભરતી માટે  ટેટ-2 ની પરીક્ષા લેવાય છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા યોજવા અંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે, શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે,

નોંધનીય છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે ટેટ-2નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે,  ધોરણ 1થી 5માં શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ ટેટ-1 પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા પાસ કરવી પડે છે.

રખડતા ઢોરને લઈને આવ્યા મોટા સમાચાર

 રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ વધી ગયો છે. આ વાત હાઈકોર્ટ સુધી પહોંચી હતી અને કોર્ટે તંત્રને ફટકાર પણ લગાવી હતી. હવે કોર્ટના કડક વલણ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રખડતા ઢોરના ત્રાસના મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યો છે. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જિલ્લા સ્તરે કલેકટર જવાબદાર અધિકારી હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારી હશે. નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર જવાબદાર અધિકારી હશે. રખડતા ઢોરના ત્રાસના કારણે થયેલા મૃત્યુ કે ઇજાના કેસ માટે સરકારે જવાબદારીઓ ફિક્સ કરી છે. રાજ્ય સરકારે સોગંદનામુ કરીને હાઈકોર્ટને આ અંગે જાણ કરી છે.

દિવાળી પહેલા ગુજરાત સરકારે જાણો લોકોનું શું આપી મોટી ભેટ

વઘતી મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. વર્ષમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 2 સિલિન્ડર ફ્રી આપવાની સરકારે જાહેરાત કરી છે. દીવાળી પહેલા સરકારે મોટી જાહેરાત કરી છે. 650 કરોડ રુપિયાની રાહત થશે. આ ઉપરાંત CNG અને PNGના વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે. 8થી 9 લાખ જેટલાં રીક્ષા ચાલકોને આ ભાવ ઘટાડોનો લાભ મળશે.   CNG વાહન ચાલકો માટે 700 કરોડની રાહત અને PNGમાં 1000 કરોડની રાહત આપવામાં આવી છે. આમ કુલ 1700 કરોડનો લાભ થશે.

ખેડૂતોને મોદી સરકારની દિવાળી ગિફ્ટ

પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશભરના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધીનો 12મો હપ્તો રીલિઝ કરી દીઝો છે. 2000 રૂપિયાનો હપ્તો બહાર પાડવામાં આવશે. કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે ખેડૂતોનું કેવાયસી પૂર્ણ છે. તે ખેડૂતોને હપ્તાનો લાભ મળશે. જે ખેડૂતો અયોગ્ય જણાશે તેમને હપ્તો મોકલવામાં આવશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget