સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી
આ ભરતી અભિયાન હેઠળ પ્રોફેશનલ્સ, મેનેજર્સ, સિનિયર મેનેજર વગેરેની જગ્યાઓ પર નિમણૂકો આપવામાં આવશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ 46 જગ્યાઓ પર ભરતી કરશે.
HPCL રાજસ્થાન રિફાઈનરી લિમિટેડ (HRRL) એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વતી વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 24 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે, જે 15 માર્ચ 2022 સુધી ચાલશે.
આ ભરતી અભિયાન હેઠળ પ્રોફેશનલ્સ, મેનેજર્સ, સિનિયર મેનેજર વગેરેની જગ્યાઓ પર નિમણૂકો આપવામાં આવશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ 46 જગ્યાઓ પર ભરતી કરશે. 42 વર્ષની વય સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે. E-5 પોસ્ટ માટે 12 વર્ષનો અનુભવ જરૂરી છે. બીજી તરફ, E-6 કેટેગરીની પોસ્ટ માટે 15 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ચાર વર્ષ BE/BTech, અનુસ્નાતક, એન્જિનિયરિંગ ડિગ્રી અથવા MCA, MCS, MSc CS, MBA અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી MMS ડિગ્રી હોવી આવશ્યક છે.
રસ ધરાવતા ઉમેદવારો HRRL ની સત્તાવાર વેબસાઇટ www.hrrl.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં E-5 ગ્રેડની 32 જગ્યાઓ અને E-6 ગ્રેડની 14 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. સૂચના અનુસાર, હિન્દુસ્તાન પેટ્રોલિયમ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડમાં E-5 ગ્રેડની જગ્યાઓ માટે, 80,000 રૂપિયાથી 2,20,000 રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવશે. જો E-6 ગ્રેડની પોસ્ટ માટે પસંદ કરવામાં આવે તો, પગાર રૂ. 90,000 થી રૂ. 2,40,000 પ્રતિ મહિને હશે.
આ પણ વાંચોઃ
રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો
બેંકિંગ સેક્ટરમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર, આ બેંકમાં ખાલી જગ્યાઓ બહાર પડી છે
Coal India Recruitment 2022: કોલ ઈન્ડિયામાં ચીફ અને જનરલ મેનેજરની જગ્યાઓ માટે ભરતી, પસંદગી ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે
જો તમે આસિસ્ટન્ટ મેનેજર બનવા માંગો છો તો જલ્દી કરો અરજી, દેશની અગ્રણી બેંક કરવા જઈ રહી છે ભરતી
Education Loan Information:
Calculate Education Loan EMI