શોધખોળ કરો

આઈસીએઆઈ અને ગુજરાત સરકારનાં iHub વચ્ચે સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ માટે MoU થયું

આજથી ત્રણ વર્ષ પહેલા ભારતમાં અંદાજે 30,000 જેટલા સ્ટાર્ટ અપ્સ હતાં, જે આજે 60,000થી પણ વધુ છે. આજે દેશમાં 150 જેટલા સ્ટાર્ટ અપ્સ એવા છે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ચલાવે છે

અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) અને ગુજરાત સરકારનાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સાહસ iHub વચ્ચે આજે MoU થયું હતું. આ પ્રસંગે આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, આઈસીએઆઈની કમિટી ઓન એમએસએમઈ અને સ્ટાર્ટ અપના ચેરમેન સીએ ધીરજકુમાર ખંડેલવાલ, આઈહબનાં સીઈઓ શ્રી હિરણ્યમય મહંતા અને આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

સ્ટાર્ટઅપમાં સીએનો અગત્યનો રોલઃ સીએ અનિકેત તલાટી

આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતુંકે, કોઈપણ સ્ટાર્ટ અપમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અગત્યનો રોલ હોય છે. આઈસીએઆઈ અને iHubનું આ જોડાણ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમ્સ, ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટ અપનાં વિસ્તરણમાં અગત્યનો ભાગ ભજવશે. આ જોડાણથી ચાર્ટર્ડ એકાઉન્ટસને પણ ઉદ્યોગ સાહસિક બનવા પ્રોત્સાહન મળશે. આ જોડાણથી ગુજરાતમાં પણ વેગવંતી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમનું નિર્માણ થશે, તેમ સીએ અનિકેત તલાટીએ ઉમેર્યું હતું.

દેશમાં 150 સ્ટાર્ટ અપ સીએ ચલાવે છેઃ સીએ ધીરજકુમાર ખંડેલવાલ

આ પ્રસંગે આઈસીએઆઈની કમિટી ઓન એમએસએમઈ અને સ્ટાર્ટ અપનાં ચેરમેન સીએ ધીરજકુમાર ખંડેલવાલે જણાવ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલા ભારતમાં અંદાજે 30,000 જેટલા સ્ટાર્ટ અપ્સ હતાં, જે આજે 60,000થી પણ વધુ છે. આજે દેશમાં 150 જેટલા સ્ટાર્ટ અપ્સ એવા છે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ચલાવે છે. સીએ જો સ્ટાર્ટ અપમાં મુખ્ય ભૂમિકા ભજવે તો તે સ્ટાર્ટ અપ 100 ટકા સફળ થાય છે.

આઈસીએઆઈ અને ગુજરાત સરકારનાં iHub વચ્ચે સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ માટે MoU થયું

આઈસીએઆઈએ દેશમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં 10 ઈક્યુબેશન સેન્ટર્સ ખોલ્યા છે. આઈહબ સ્ટાર્ટ અપમાં ગુજરાતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આઈસીએઆઈ સાથેનાં આઈહબનાં જોડાણથી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને વેગ મળશે.

આઈહબ યંગ સ્ટાર્ટ અપ્સને મદદ કરે છે મદદઃ હિરણ્યમય મહંતા

આઈહબનાં સીઈઓ હિરણ્યમય મહંતાએ જણાવ્યું હતું કે આઈહબ યંગ સ્ટાર્ટ અપ્સને મદદ કરે છે. સ્ટાર્ટ અપ્સને વિવિધ તબક્કાઓમાં મેન્ટરીંગ, ફાયનાન્સ વગેરેની જરૂરી રહે છે. આઈસીએઆઈ સાથેનું આ જોડાણ મહત્વપૂર્ણ સાબિત થશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ પણ આવા સ્ટાર્ટ અપનો હિસ્સો બને તે જરૂરીછે. આ જોડાણથી ઉદ્યોગ સાહસિકતા વિકાસનું સંવર્ધન, બિઝનેસ મેન્ટરશીપ, ઈન્ડસ્ટ્રી કનેકટસ વગેરેનો સહકાર મળી રહેશે.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે કહી આ વાત

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઈસીએઆઈ અને આઈહબનાં નોધાયેલા ઈન્વેસ્ટર્સ  કે મેન્ટર્સ બંને તરફથી સ્ટાર્ટઅપ ફંડીંગ કે મેન્ટરશીપ ઈવેન્ટસમાં ભાગ લઈ શકશે. આઈસીએઆઈનાં મેમ્બર્સને આઈહબ દ્વારા સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમ સીએ બિશન શાહે ઉમેર્યું હતું.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget