Govt Job: પૉસ્ટ ઓફિસમાં ભરતી, જાણો શું છે પદ, કયા ઉમેદવારો કરી શકશે અરજી, ને શું છે પ્રૉસેસ....
હાલમાં જ ભારતીય પૉસ્ટ વિભાગ એટલે કે ઈન્ડિયન પોસ્ટમાં ભરતી બહાર પડી છે, આ માટે સરકારે અધિકારિક નૉટિફિકેશન પણ જાહેર કરી દીધુ છે.
India Post Vacancy 2022: સરકારી નોકરી જોઇએ છે ? તો તમારા માટે બેસ્ટ મોકો છે, હાલમાં જ ભારતીય પૉસ્ટ વિભાગ એટલે કે ઈન્ડિયન પોસ્ટમાં ભરતી બહાર પડી છે, આ માટે સરકારે અધિકારિક નૉટિફિકેશન પણ જાહેર કરી દીધુ છે.
આ ભરતી અંતર્ગત ઇન્ડિયન પૉસ્ટ વિભાગમાં મિકેનિક, એમવી ઈલેક્ટ્રીશિયન, કોપર અને ટિનસ્મિથ અને અપહોલ્સ્ટર સહિત કેટલાય ટ્રેડ માટે જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી અંતર્ગત સ્કીલ કારીગરોના પદ (India Post Vacancy 2022) ભરવા માટે અરજીઓ મગાવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2022) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
આ ઉપરાંત ઉમેદવાર સીધા લિંક પર ક્લિક કરીને પણ આ પદ માટે અરજી કરી શકશે. સાથે જ લિંક India Post Vacancy 2022 Notification PDF દ્વારા સત્તાવાર નોટિફિકેશ ચેક કરી શકશે. આ ભરતી (India Post Vacancy 2022) પ્રક્રિયા અંતર્ગત કુલ 7 પદ ભરવામાં આવશે.
ભરતી માટેની મહત્વની તારીખો -
અરજી કરવાની અંતિમ તારીખ - 09 જાન્યુઆરી 2023
ખાલી પદો -
એમવી મિકેનિક- 4 જગ્યા
એમવી ઈલેક્ટ્રીશિયન- 1 જગ્યા
કોપર એન્ડ ટિનસ્મિથ- 1 જગ્યા
અપહોલ્સ્ટર- 1 જગ્યા
વય મર્યાદા -
ઉમેદવારોની વયમર્યાદા 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ
પૉસ્ટ ભરતીની અરજી ફી -
ઉમેદવારે અરજી ફી તરીકે 100 રૂપિયા ચુકવવા રહેશે
પગાર ધોરણ -
ઉમેદવારને પગારધોરણ અંતર્ગત 19900 રૂપિયાથી લઈને 63200 રૂપિયા ચુકવવામાં આવશે.
પૉસ્ટ વિભાગમાં ભરતીની પસંદગી પ્રક્રિયા -
પસંદગી પ્રક્રિયા કોમ્પિટિટિવ ટ્રેડ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
ભરતી માટે, અરજી મોકલવાનું સરનામું -
દ સીનિયર મેનેજર (જેએજી), મેલ મોટર સર્વિસ, નંબર 37,ગ્રીમ્સ રોડ, ચેન્નાઈ- 600006 પર જમા કરાવી શકશે અને તેને સ્પીડ પોસ્ટ/ રજીસ્ટર્ડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
GPSC Exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખમાં થયો ફેરફાર, જાણો ક્યારે યોજાશે
GPSC Exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે. ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી- કમ -મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે.
શિક્ષકોની બંપર ભરતી, એક સાથે 48,000 જગ્યાઓ માટે અહીં કરો અરજી
Education Loan Information:
Calculate Education Loan EMI