ધોરણ 12 પછી ભારતીય સૈન્યમાં સીધા અધિકારી બનવાની તક, 1.77 લાખ રૂપિયાનો મળશે પગાર
જો તમે પણ ભારતીય સેનામાં સીધા અધિકારી બનવામાં રસ ધરાવો છો તો અરજી કરી શકો છો.
ભારતીય સૈન્યમાં ધોરણ 12 પાસ માટે અધિકારી બનવાની સારી તક મળી રહી છે. આ માટે સૈન્ય દ્ધારા નોટિફિકેશન જાહેર કરવામા આવ્યુ છે. જો તમે પણ ભારતીય સેનામાં સીધા અધિકારી બનવામાં રસ ધરાવો છો તો તેની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર આપવામાં આવેલા નોટિફિકેશનને જરૂર ચેક કરો.
નોંધનીય છે કે ભારતીય સેના દર વર્ષે ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES) 52 કોર્સ માટે નોટિફિકેશન બહાર પાડે છે. આ વર્ષે પણ ભારતીય સેના દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આર્મીની ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES) 52 કોર્સ દ્વારા લેફ્ટનન્ટના પદ પર સીધી નિમણૂક થશે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે જે ઉમેદવારો અપરિણીત છે તેઓ જ આ માટે અરજી કરી શકે છે. ઉમેદવારે 60 ટકા સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે 12 પાસ કરેલ હોવું જોઈએ. આ સિવાય તેણે JEE Mains 2024ની પરીક્ષામાં પણ હાજરી આપી હોવી જોઇએ.
અહી ક્લિક કરી નોટિફિકેશન જોઇ શકો છો
તમે ક્યાં સુધી અરજી કરી શકો છો?
ઇન્ડિયન આર્મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES) 52 કોર્સના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટ્સ માટે 13 જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. તેથી જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હોવ તો છેલ્લી તારીખ પહેલા અરજી કરો.
કુલ 90 જગ્યાઓ માટે ભરતી
ભારતીય સેનામાં ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES) 52 અભ્યાસક્રમો દ્વારા કુલ 90 જગ્યાઓ પર ભરતી થવાની છે, આ માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 16 વર્ષ 6 મહિના અને વધુમાં વધુ 19 વર્ષ 6 મહિના હોવી જોઈએ. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તે ભારતીય સેનાની વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI