શોધખોળ કરો

ITBP માં કોન્સ્ટેબલ અને SI પદ પર અરજી કરવાનું શરુ, મળશે 1.12 લાખ સુધી પગાર

જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો આ તક તમારા માટે જ છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે ITBP એ આજથી સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજીઓ શરૂ કરી છે.

જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો આ તક તમારા માટે જ છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે ITBP એ આજથી સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજીઓ શરૂ કરી છે. આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ITBPF ની સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને 526 ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 

યાદ રાખો કે ITBP SI અને કોન્સ્ટેબલ (ટેલિકોમ) ભરતી, 2024 માટેની અરજી વિન્ડો 14 ડિસેમ્બરે બંધ થશે. આ SI (ગ્રુપ B) અને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ (ગ્રુપ C) ની જગ્યાઓ પુરૂષ અને સ્ત્રી બંને ઉમેદવારો માટે ખુલ્લી છે. ભરતી કામચલાઉ ધોરણે કરવામાં આવશે.

ITBP કોન્સ્ટેબલ, SI ભરતી 2024: ખાલી જગ્યાની વિગતો

સબ-ઇન્સ્પેક્ટર (ટેલિકોમ): 92 જગ્યાઓ (78 પુરૂષ અને 14 મહિલા)

હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ): 383 જગ્યાઓ (325 પુરૂષ અને 58 મહિલા)

કોન્સ્ટેબલ (ટેલિકોમ): 51 જગ્યાઓ (44 પુરૂષ અને 7 મહિલા)

કુલ ખાલી જગ્યાઓના દસ ટકા એક્સ-સર્વિસમેન (ESM) માટે આરક્ષિત છે. ITBP એ જણાવ્યું હતું કે જો ESM ઉમેદવારો માટે આરક્ષિત જગ્યાઓ લાયક ઉમેદવારોની ઉપલબ્ધતા ન હોવાને કારણે ખાલી રહે છે, તો તે બિન-ESM ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે.

વય મર્યાદા

20-25 વર્ષની વયના ઉમેદવારો 14મી ડિસેમ્બરે SI પોસ્ટ માટે અરજી કરી શકે છે. હેડ કોન્સ્ટેબલના પદ માટે ઉમેદવારોની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને હવાલદારની જગ્યાઓ માટે ઉમેદવારોની ઉંમર 18-23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

લાયકાત

દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની આવશ્યકતાઓ અલગ છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સૂચના જોઈ શકે છે.

ભરતી પરીક્ષામાં ડીગ્રી ધારકોને પાંચ ગુણ, ડિપ્લોમા પ્રમાણપત્ર ધારકોને ત્રણ ગુણ અને ટેલિકોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિકસ વિષયમાં આઈટીઆઈ પ્રમાણપત્ર ધારકોને બે ગુણ આપવામાં આવશે.

પગાર ધોરણ 

SI પોસ્ટ્સ માટે: ₹35,400-1,12,400 

હેડ કોન્સ્ટેબલ માટે: ₹25,500 થી ₹81,100 

કોન્સ્ટેબલ માટે: રૂ. 21,700 થી રૂ. 69,100 

અરજી ફી

SI માટે અરજી ફી ₹200 છે અને કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે ₹100 છે. મહિલા, ભૂતપૂર્વ સૈનિકો, SC અને ST શ્રેણીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ITBP કોન્સ્ટેબલ અને SI (ટેલિકોમ) ભરતી 2024 વિશે વધુ વિગતો માટે ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ITBPF ની સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર  જઈને અરજી કરી શકે છે.  

Army Jobs: ભારતીય સેનામાં ઓફિસર બનવાનો મોકો, જાણી લો અરજી કરવાની પુરેપુરી પ્રૉસેસ...

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Embed widget