શોધખોળ કરો

BSF Recruitment 2023: બૉર્ડર સિક્યૂરિટી ફૉર્સમાં બહાર પડી મોટી ભરતી, જાણી લો અરજી કરવાની રીત....

અહી ભરતી અભિયાન સીમા સુરક્ષા દળમાં 1410 પદો માટે ભરવા માટે ચલાવવામાં આવ્યુ છે,

BSF Jobs 2023: સીમા સુરક્ષા દળની એક મોટી ભરતી બહાર પડી છે, બીએસએફે એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે અનુસાર, બીએસએફમાં બમ્પર પદો પર ભરતી થવા જઇ રહી છે. આ ભરતી માટે ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટ પર જઇને અરજી કરવી પડશે. આ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ બીએસએફની અધિકારિક વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી જાહેરાત તારીખની 30 દિવસની અંદર છે, ભરતી માટે ઉમેદવાર અહીં બતાવવામાં આવેલા સ્ટેપ્સ દ્વારા અરજી કરી શકે છે. 

અહી ભરતી અભિયાન સીમા સુરક્ષા દળમાં 1410 પદો માટે ભરવા માટે ચલાવવામાં આવ્યુ છે, આ અભિયાન દ્વારા પુરુષ ઉમેદવારોના 1343 પદો અને મહિલા ઉમેદવારોના 67 પદો ભરવામાં આવશે.

આ રીતે કરી શકો છો એપ્લાય - 
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત બૉર્ડમાંથી મેટ્રિક કે સમકક્ષ હોવુ જરૂરી છે. અરજી કરનારા ઉમેદવારોની ઉંમર મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઇએ, વધુ જાણકારી માટે ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટની મદદ લઇ શકે છે. 

સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ - 
સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટ rectt.bsf.gov.in પર જાય..
સ્ટેપ 2: આ પછી ઉમેદવાર હૉમપેજ પર ઉપલબ્ધ કૉન્સ્ટેબલ ટ્રેડ્સમેન પૉસ્ટ લિન્ક પર ક્લિક કરે.
સ્ટેપ 3: હવે એક નવુ પેજ ખુલશે, જ્યાં ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
સ્ટેપ 4: આ પછી ઉમેદવાર અરજી પત્રક ભરે.
સ્ટેપ 5: હવે ઉમેદવાર અરજી ફીની ચૂકવણી કરે. 
સ્ટેપ 6: ફી ચૂકવણી બાદ સબમિટ પર ક્લિક કરો.
સ્ટેપ 7: હવે ઉમેદવાર કન્ફોર્મેશન પેજ ડાઉનલૉડ કરી લે. 
સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર આગળની જરૂરિયાત માટે ફૉર્મની એક હાર્ડ કૉપી પોતાની પાસે રાખી લે.

શું છે એકલવ્ય સ્કૂલ? શું છે તેની ખાસીયત? કેમ મોદી સરકાર વધારશે સંખ્યા?

Eklavya Model Residential School: સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી વર્ષોમાં સાત હજારથી વધુ એકલવ્ય શાળાઓ ખોલવાની વાત કરી હતી. આ શાળાઓ દ્વારા જ્યાં વિદ્યાર્થીઓને વધુ સારા અભ્યાસની તક મળશે. તેની સાથે જ લગભગ 8 હજાર શિક્ષકો અને સહાયક કર્મચારીઓને પણ રોજગારી મળશે. શું તમે જાણો છો એકલવ્ય શાળાઓ શું છે અને તેનું મહત્વ શું છે? ચાલો જાણીએ કે કયા વિદ્યાર્થીઓ માટે એકલવ્ય શાળા ખાસ બનાવવામાં આવી છે.

આ વર્ષે થઈ હતી શરૂઆત

એકલવ્ય શાળાની સ્થાપના વર્ષ 1997-98માં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) તરીકે પણ થાય છે. આ શાળાઓ ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે જેથી કરીને તેમને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડી શકાય. આ શાળાઓ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શાળાઓ રાજ્ય સરકારો હેઠળ આવે છે, જે તેમની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

આ વર્ગના વિદ્યાર્થીઓ કરી શકે છે અભ્યાસ

એકલવ્ય શાળામાં 480 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકે છે. એટલે કે આ શાળા ધોરણ 6 થી 8 સુધીની છે. આ શાળાઓની સંખ્યા વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં દરેક બ્લોક કે જેમાં 50 ટકા એસટી વસ્તી છે અને જ્યાં ઓછામાં ઓછી 20 ટકા આદિવાસી વસ્તી રહે છે ત્યાં એક EMRS એટલે કે એકલવ્ય શાળા હશે.

વર્તમાનમાં શાળાઓની સંખ્યા કેટલી?

આ શાળાઓ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આવે છે અને તેમની અધિકૃત વેબસાઇટ અનુસાર, કુલ 689 એકલવ્ય શાળાઓને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પૈકી 401 શાળાઓ કાર્યરત છે. કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમાં 113275 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં 56106 પુરૂષ અને 57168 મહિલાનો સમાવેશ થાય છે. આ ડેટા સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવ્યો છે તેથી નંબરમાં ફેરફાર શક્ય છે.

સ્થાનિક કલાને કરાય છે પ્રોત્સાહિત

અભ્યાસની સાથે સાથે રમતગમત, સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અહીં ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તમે અન્ય કોઈપણ વિગતો જાણવા tribal.nic.inની મુલાકાત લઈ શકો છો. મુખ્યત્વે દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. એસટી ઉપરાંત પીવીટીજી કેટેગરીના વિદ્યાર્થીઓ આ શાળાઓનો લાભ લઈ શકશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
Embed widget