NEET 2022 Date: નીટ પરીક્ષાની તારીખ થઈ જાહેર, આ તારીખ સુધીમાં કરાવો રજિસ્ટ્રેશન
NEET Exam date: નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા વય મર્યાદા હટાવવાથી, આ વખતે ટેસ્ટ માટે અરજદારોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
NEET 2022 Date: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2022 પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર વેબસાઇટ nta.ac.in અને neet.nta.nic.in પર NEET નોટિફિકેશન બહાર પાડ્યું છે. NEETની પરીક્ષા 17 જુલાઈએ લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2 થી 5:30 સુધી યોજાશે. આ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. રસ ધરાવતા અને લાયક વિદ્યાર્થીઓ 6 મેની રાત્રે 11:50 સુધી આ પરીક્ષા માટે નોંધણી કરાવી શકે છે. જણાવી દઈએ કે હાલમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એડમિટ કાર્ડ જારી કરવાની તારીખ જાહેર કરી નથી. પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે, 2022 છે.
આ રીતે નોંધણી કરો
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
- વેબસાઇટ પર આપેલ NEET(UG)-2022 માટે નોંધણી માટેની લિંક પર ક્લિક કરો.
- હવે નામ, માતા-પિતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને અન્ય માહિતી સબમિટ કરીને લોગીન જનરેટ કરો.
- હવે મેઈન પેજ પર પાછા જઈને લોગ ઇન કરો.
- લૉગ ઇન કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ ભરો.
- ફોટો અપલોડ કરો અને સહી કરો.
- અરજી ફી સબમિટ કરો.
- તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ લો.
આ વખતે વધી શકે પરીક્ષાર્થીની સંખ્યા
ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET એ એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. દર વર્ષે, લગભગ 15 લાખ તબીબી ઉમેદવારો આ વધુ સહભાગી પરીક્ષામાં ભાગ લે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા વય મર્યાદા હટાવવાથી, આ વખતે ટેસ્ટ માટે અરજદારોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI