ભરતી: ભારતીય સેનામાં કામ કરવાનો મોકો, SSC ઓફિસર માટે 30 જગ્યાઓ માટે બહાર પડી ભરતી
આ ભરતી દ્વારા 30 પદોને ભરવામં આવશે. ઇચ્છુક ઉમેદવારો અધિકારિક વેબસાઇટ http://www.joinindianarmy.nic.in પર જઇને અરજી કરી શકે છે.
Army Dental Corps Recruitment 2022: જો તમારા દેશ સેવા કરવાનો જોશ છે, તો આ ખબર તમારા માટે ખુબ કામની છે, ઇન્ડિયન આર્મી (Indian Arm) દ્વારા સેનામાં પુરુષ અને મહિલા ડેન્ટલના પદો માટે ઉમેદવારોને શૉર્ટ સર્વિસ કમિશન અંતર્ગત ભરતી કરવામાં આવશે. જે માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET- MDS 2022)માં સામેલ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરવા પાત્ર છે. આ ભરતી દ્વારા 30 પદોને ભરવામં આવશે. ઇચ્છુક ઉમેદવારો અધિકારિક વેબસાઇટ http://www.joinindianarmy.nic.in પર જઇને અરજી કરી શકે છે. આ માટે નૉટિફિકેશન 15 જુલાઇ 2022એ જાહેર કરવામાં આવશે.
ભરતી માટેની ડિટેલ -
પુરુષ - 27 પદો
મહિલા - 3 પદ
શૈક્ષણિક લાયકાત -
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (Dental Council of India) દ્વારા માન્યતા પ્રાપ્ત કૉલેજમાંથી કમ સે કમ 55 ટકા માર્ક્સની સાથે બીડીએસ/એમડીએસ પાસ કરેલુ હોવુ જોઇએ. આ ઉપરાંત ઉમેદવારે 31 જુલાઇ 2022 સુધી ડીસીઆઇ દ્વારા એક વર્ષના રૉટેટરી ઇન્ટર્નશીપ પુરી કરેલી હોવી જોઇએ.
આ રીતે કરી શકાશે અરજી -
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, એનઇઇટી (એમડીએસ) -2022માં સામેલ થવુ જોઇએ. ઉમેદવારોને અરજી સાથે નીટ (એમડીએસ) 2022 ની માર્કશીટ/સ્કૉર કાર્ડની કૉપી જમા કરાવવી જરૂરી છે.
ઉંમર મર્યાદા -
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ના હોવી જોઇએ.
આ છે જરૂરી તારીખો -
ભારતીય સેના ડેન્ટલ કૉર્પ્સ નૉટિફિકેશન જાહેર થયાની તારીખ 15 જુલાઇ 2022.
ભારતીય સેના ડેન્ટલ કૉર્પ્સ અરજીની શરૂઆત - તારીખ જાહેર નથી થઇ.
ભારતીય સેના ડેન્ટલ કૉર્પ્સની અંતિમ તારીખ - 14 ઓગસ્ટ 2022.
આ પણ વાંચો..........
Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા
Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા
મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો
Education Loan Information:
Calculate Education Loan EMI