REET Paper Leak મુદ્દે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત
REET 2021 પેપર લીક કેસને લઈને સતત રાજનીતિ ગરમાઈ છે. ભાજપ આ મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહારો કરી રહી છે.
Rajasthan REET Paper Leak Case: રીટ પેપર લીક મામલે રાજસ્થાન સરકારે મોટો નિર્ણય લીધો છે. સીએમ અશોક ગેહલોતે લેવલ ટુની રીટ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને એ પણ માહિતી આપી હતી કે લેવલ ટુની શિક્ષક ભરતી પરીક્ષા ફરીથી લેવામાં આવશે. રદ થયેલી પરીક્ષા ક્યારે લેવાશે તેની સરકાર હવે ટૂંક સમયમાં જાહેરાત કરશે.
SOG કરી રહી છે તપાસ
CM ગેહલોતે કહ્યું કે, “મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં REET લેવલ-2ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેવલ-1ની પ્રક્રિયા પહેલાની જેમ જ ચાલુ રહેશે. હવે બંને સ્તરોમાં કુલ 62,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યુવાનોએ આરામ કરવો જોઈએ, રાજ્ય સરકાર તેમના હિતમાં તેમની સાથે સંપૂર્ણ રીતે ઊભી છે. SOG REET પરીક્ષામાં વિસંગતતાઓની તપાસ કરી રહી છે. અમારી સરકાર દરેક દોષિતોને સજા આપીને યુવાનોને ન્યાય સુનિશ્ચિત કરશે.
આ મામલે રાજનીતિ ગરમાઈ
REET 2021 પેપર લીક કેસને લઈને સતત રાજનીતિ ગરમાઈ છે. ભાજપ આ મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહારો કરી રહી છે. રાજ્યની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા ભાજપે રાજ્ય સરકારના મંત્રી અને રાજીવ ગાંધી સ્ટડી સર્કલ (RGSC)ના રાષ્ટ્રીય સંયોજક સુભાષ ગર્ગની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા, સાથે જ CBI તપાસની સતત માંગ પણ કરવામાં આવી રહી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું રાજીનામું
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. તેમની સાથે અન્ય ત્રણ બોર્ડના અધ્યક્ષે પણ રાજીનામા આપ્યા છે. અસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને રાજીનામું આપ્યું છે. રાજ્યમાં પેપરલીકકાંડ બાદ સતત તેમના રાજીનામાની માંગ વિપક્ષ કરી રહ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અનેક પરીક્ષાઓના પેપર અસિત વોરાના કાર્યકાળ દરમિયાન ફૂટ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વિપક્ષના નેતાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી ભારતીય જનતા પાર્ટી અને સરકાર અસિત વોરાનો બચાવ કરી રહ્યા હતા. રાજ્યના મંત્રીઓથી લઈ પક્ષના પ્રદેશ પ્રમુખ અસિત વોરા સામે કોઈ પુરાવા ના હોવાનું રટણ કરી રહ્યા હતા.
Education Loan Information:
Calculate Education Loan EMI