શોધખોળ કરો

RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી

RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની એક મોટી તક આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ, ઈસ્ટર્ન રેલવેએ ઘણી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે

RRC ER Apprentice Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની એક મોટી તક આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ, ઈસ્ટર્ન રેલવેએ ઘણી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ એપ્લિકશન લિંક એક્ટિવ થયા પછી ફોર્મ ભરી શકે છે. આ ભરતી અભિયાન મારફતે કુલ 3115 એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટેની સત્તાવાર નોટિફિકેશન 9 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

RRC ER એપ્રેન્ટિસની જગ્યાઓ માટેની અરજીઓ હજુ શરૂ થઈ નથી. અરજી કરવાની લિંક 24મી સપ્ટેમ્બર 2024ના રોજ ઓપન થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23મી ઓક્ટોબર 2024 છે. આ સમયમર્યાદામાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.

કેવી રીતે અરજી કરવી

આ પોસ્ટ્સ માટે અરજી માત્ર ઓનલાઈન કરી શકાય છે. આ કરવા માટે તમારે રેલવે રિક્રુટમેન્ટ સેલ, ઈસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે, જેનું એડ્રેસ rrcer.org છે. આ વેબસાઈટ પરથી તમે માત્ર અરજી કરી શકતા નથી પરંતુ આ પોસ્ટ્સ વિશે વિગતવાર માહિતી પણ મેળવી શકો છો. તમે અહીંથી વધુ અપડેટ્સ વિશે પણ જાણશો.

કોણ અરજી કરી શકે છે

RRC ER ની એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે જરૂરી છે કે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરી હોય. 10માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા પણ જરૂરી છે. આ સાથે તેની પાસે સંબંધિત ક્ષેત્રમાં ITI ડિપ્લોમા પણ હોવો જોઈએ. અન્ય યોગ્યતા સંબંધિત માહિતી વેબસાઇટ પરથી ચકાસી શકાય છે.

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. એ પણ ધ્યાન રાખો કે આ પેમેન્ટ ફક્ત ઓનલાઈન જ કરી શકાશે. અન્ય કોઈપણ માધ્યમથી કરેલ પેમેન્ટને સ્વીકારવામાં આવશે નહીં. આ પેમેન્ટ રિફંડપાત્ર નથી.

પસંદગી કેવી રીતે થશે?

આ પદો પર પસંદગી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષામાં બેસવાની જરૂર નથી પરંતુ તેમની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ મેરિટ 10મા માર્કસ અને ITI માર્કસના આધારે નિયમો અનુસાર બનાવવામાં આવશે.

સ્ટાઈપેન્ડ કેટલું હશે?

જો આ પોસ્ટ્સ પર પસંદગી કરવામાં આવે તો ઉમેદવારોને 10000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આમાં થોડો ફેરફાર શક્ય છે. આ અંગેની કોઈપણ માહિતી અથવા અપડેટ્સ મેળવવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો.

નોટિફિકેશન જોવા માટે અહી ક્લિક કરો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

Embed widget