SBI: 12000 લોકોને નોકરી આપશે SBI, IT પ્રોફેશનલ્સ માટે શાનદાર તક
SBI Hiring 12K Employees: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં નોકરીની શાનદાર તક મળી રહી છે
SBI Hiring 12K Employees: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં નોકરીની શાનદાર તક મળી રહી છે. એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું કે બેન્ક ટૂંક સમયમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને અન્ય ભૂમિકાઓ માટે લગભગ 12,000 કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે.ખારાએ જણાવ્યું હતું કે નવા કર્મચારીઓને બેન્કિંગ વિશે થોડો અનુભવ આપવામાં આવશે અને બાદમાં તેમાંથી કેટલાકને IT અને અન્ય સહાયક ભૂમિકાઓ સોંપવામાં આવશે.
🚨 State Bank of India (SBI) is in the process of hiring around 12,000 employees for IT and other roles. (SBI Chairman) pic.twitter.com/AfknElAyez
— Indian Tech & Infra (@IndianTechGuide) May 11, 2024
તેમણે કહ્યું હતું કે "લગભગ 11,000 થી 12,000 કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં છે. આ સામાન્ય કર્મચારીઓ છે, પરંતુ વાસ્તવમાં અમારી પાસે એક સિસ્ટમ છે જ્યાં અમારા લગભગ 85 ટકા સહયોગીઓ એસોસિએટ સ્તર અને અધિકારી સ્તરના એન્જિનિયર છે. અમે તેમને થોડો અનુભવ આપી રહ્યા છીએ. બેંકિંગને સમજવા માટે "અને પછી અમે તેમને વિવિધ સહાયક ભૂમિકાઓમાં સામેલ કરવાનું શરૂ કરીએ છીએ અને તેમાંથી કેટલાકને ITમાં સામેલ કરવામાં આવશે." ખારાએ એમ પણ કહ્યું કે બેન્ક ખાસ કરીને ટેક્નોલોજી કૌશલ્ય ધરાવતા નવા કર્મચારીઓની શોધમાં છે.
SBIનું શાનદાર પ્રદર્શન
એસબીઆઈએ 9 મેના રોજ માર્ચ 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા, જેમાં બેન્કનો ચોખ્ખો નફો 24 ટકા વધીને 20,698 કરોડ રૂપિયા થયો હતો. બેન્કની એસેટ ક્વોલિટી પણ સુધરી છે અને ગ્રોસ એનપીએ 2.24 ટકાના 10 વર્ષની નીચી સપાટીએ આવી ગઈ છે.
નોકરી શોધનારાઓ માટે સારી તક
નોકરી શોધનારાઓ માટે આ સમાચાર એક સારી તક છે. SBIમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાનોએ આ તકનો લાભ લેવો જોઈએ અને બેન્કની વેબસાઈટ પર નજર રાખવી જોઈએ.
Education Loan Information:
Calculate Education Loan EMI