શોધખોળ કરો

સાવધાનઃ શરીર પર ટેટૂ ચિતરાવશો તો નહીં મળે આ નોકરીઓ, જાણી લો કઇ કઇ છે ?

જો તમે સરકારી નોકરીનું સપનું જોતા હોય અને તમારા શરીર પર ટેટૂ કરાવવા માંગતા હોય, તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઇએ

Tattoo Ban In Government Jobs: ઘણાબધા લોકોને પોતાના શરીર પર ટેટૂ ત્રોફાવવાનો શોખ હોય છે. ખાસ કરીને યુવાનોને આવા પ્રકારના ટેટૂ ચિતરાવવાનો ખુબ શોખ હોય છે, પરંતુ તેના તમને ખબર છે આ કારણે કેટલાય યુવાનો મોટી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો તમારે ખાસ કરીને ટેટૂ સંબંધિત નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, ઉમેદવારોને શરીર પર ટેટૂ હોવાના કારણે ઘણી સરકારી નોકરીઓમાંથી કાઢી મૂકવામાં આવે છે. ભારતમાં ઘણી સરકારી નોકરીઓ એવી છે જેમાં શરીર પર ટેટૂ કરાવવાની મંજૂરી નથી.

પબ્લિક સેક્ટરમાં ટેટૂ પર છે બેન  
જો તમે સરકારી નોકરીનું સપનું જોતા હોય અને તમારા શરીર પર ટેટૂ કરાવવા માંગતા હોય, તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઇએ. કારણ કે આવી સ્થિતિમાં તમને કેટલીક સરકારી નોકરીઓમાં નોકરી નહીં આપવામાં આવે. આપણા દેશમાં ખાસ કરીને જાહેર ક્ષેત્રની નોકરીઓ માટે ટેટૂ પર પ્રતિબંધ છે.

આ વિભાગોમા ટેટૂ કરાવવા પર નથી મળતી નોકરી - 
અહીં અમે એવી નોકરીઓ વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં ટેટૂ હોવા પર ભરતી નથી કરવામાં આવતી, જોકે ટેટૂની સાઈઝને લઈને કોઈ શરત નથી બતાવવામાં આવી. જો શરીર પર એક પણ ટેટૂ જોવા મળે તો ઉમેદવારોને આ નોકરીઓમાંથી કાઢી મુકવામાં આવે છે. જે ખાસ કરીને ફિઝિકલ ટેસ્ટ દરમિયાન ચેક કરવામાં આવે છે.

ભારતીય પ્રશાસનિક સેવા (IAS - Indian Administrative Service)
ભારતીય પોલીસ સેવા (IPS - Indian Police Service)
ભારતીય રેવન્યૂ સેવા (IRS - Internal Revenue Service)
ભારતીય વિદેશ સેવા (IFS - Indian Foreign Service)
ભારતીય સેના (Indian Army)
ભારતીય નેવી (Indian Navy)
ભારતીય વાયુસેના (Indian Air Force)
ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard)
પોલીસ (Police)

ટેટૂથી આવી સમસ્યા કેમ ઉભી થાય છે ?
ખરેખરમાં, શરીર પર ટેટૂને કારણે સરકારી નોકરી ન આપવા પાછળ ત્રણ મુખ્ય કારણો આપવામાં આવે છે. સૌથી પહેલા, ટેટૂ ઘણા રોગોનું કારણ બની શકે છે. જેના કારણે એચઆઇવી, ચામડીના રોગો અને હેપેટાઇટિસ A અને B જેવા જીવલેણ રોગોનું જોખમ રહેલું છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ શરીર પર ટેટૂ કરાવે છે તે અનુશાસનમાં રહેતો નથી. તે કામના શોખને વધુ મહત્વ આપી શકે છે.

વળી, ત્રીજું અને સૌથી મોટું કારણ સુરક્ષા સાથે જોડાયેલું છે. ટેટૂ વાળા વ્યક્તિને ક્યારેય સુરક્ષા દળોમાં નોકરી આપવામાં આવતી નથી. કહેવાય છે કે આનાથી સુરક્ષા માટે જોખમ ઊભું થાય છે. કારણ કે, જ્યારે પકડાય છે, ત્યારે ટેટૂ સરળતાથી ઓળખી શકાય છે. આ રીતે શરીર પર ટેટૂ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Embed widget