શોધખોળ કરો

Gujarat Education: ગુજરાતની 6443 શાળાઓમાં રમતનું મેદાન જ નથી, આટલી શાળાઓ તો ચાલે છે ભાડાના મકાનમાં

Gujarat School: ગુજરાતના શિક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી આમને સામને પણ આવી ગયા હતા.

Gujarat School: ગુજરાતના શિક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી આમને સામને પણ આવી ગયા હતા. તો બીજી તરફ હવે રાજ્યની સરકારી શાળાઓને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે રાજ્યમાં સરકારી શાળાઓની પરિસ્થિતિની અંગેની વિગતો રજૂ કરી છે.

કુલ ૩૨૩૧૯ જેટલી સરકારી શાળાઓ પૈકી 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ શાળાઓ પૈકી રાજ્યભરમાં ૭ સરકારી શાળાઓ એવી છે કે, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર અથવા તો અન્ય માધ્યમ થકી પાણી પહોંચાડવામાં આવે છે. કુલ સરકારી શાળા પૈકી ૭૭૮ શાળા ભાડાના મકાન અથવા અન્ય વિકલ્પ વ્યવસ્થા કરાઇ હોય ત્યાં ચાલી રહી છે. ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ચર્ચાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી.

મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે છોટાઉદેપુરની વાગલવાડા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ સુવિધાઓથી સજ્જ હોવાની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી.  રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે રાજ્યમાં સરકારી શાળાઓની કેટલીક મહત્વપૂર્ણ બાબતો રજુ કરી જે અંગે મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠે સંતોષ વ્યક્ત કરતા સુઓમોટો અરજીનો નિકાલ થયો.

રાજ્યમા કોરોના કેસ વધતાં શું લેવામાં આવ્યો મોટો નિર્ણય ?
Gujarat Covid-19 Update: રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિ પર સતત રાજ્ય નું આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. કોરોના કેસ વધતાં ટેસ્ટીગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગના પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો હોવાનો આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો છે. વેકસિનના કારણે સંક્રમણની તીવ્રતા ઘટી છે. હોસ્પિટલાઈઝેશનમાં ગઈ કાલ સુધી માત્ર 41 લોકો જ છે. જેમાંથી 6 લોકો વેંટીલેટર પર છે. કોરોના કેસમાં વધારો થતાં જીનોમ્સ સિક્વન્સિંગ પર ભાર મુકવામા આવ્યો છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ પાંચમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. જૂનના 20 દિવસમાં રાજ્યમાંથી કુલ 258 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ છે અને પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ 772, સુરતમાં 204, વડોદરામાં 177 ગાંધીનગર-રાજકોટમાં 49 સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. 13 જૂને ગુજરાતમાં કુલ 832 એક્ટિવ કેસ હતા. આમ, સાત દિવસમાં એક્ટિવ કેસમાં  75 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 130 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 12,15,453 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે જ્યારે સાજા થવાનો દર ઘટીને હવે 98.99 ટકા છે. સોમવારે કુલ 45,769 દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે 11.09 કરોડ છે. આ પૈકી 38.04 લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે. સૌથી વધુ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો હોય તેમાં ગુજરાત બીજા નંબરે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
Embed widget