UGC NET Exam 2024: UGC NET પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો શું છે કારણ
UGC NET Exam 2024: આ વર્ષે યોજાનારી UGC NET પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે
UGC NET Exam 2024 Date: આ વર્ષે યોજાનારી UGC NET પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. આ પરીક્ષા હવે 18 જૂને લેવામાં આવશે. જેની માહિતી યુજીસીના ચેરમેન એમ. જગદીશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આપી છે.
The National Testing Agency and UGC have decided to shift the UGC-NET from 16 June (Sunday) to 18 June 2024 (Tuesday) because of feedback received from candidates. NTA will conduct UGC-NET in OMR mode across India on a single day. NTA will soon issue a formal notification. pic.twitter.com/UX5O74NQrI
— Mamidala Jagadesh Kumar (@mamidala90) April 29, 2024
વાસ્તવમાં UPSC પ્રિલિમ્સ સાથે આ પરીક્ષાના ટકરાવના કારમે પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. યુજીસી નેટ પરીક્ષા દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જૂનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર નિમણૂક માટે લેવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવારોને આ પરીક્ષા દ્વારા પીએચડીમાં પણ પ્રવેશ મળશે.
નોંધનીય છે કે જૂન સત્ર માટે યુજીસી નેટની પરીક્ષા 16 જૂને યોજાવાની હતી. પરંતુ હવે તે 18 જૂન 2024ના રોજ યોજાશે. યુજીસી નેટ પરીક્ષા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અધિકૃત સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ માટે તેમણે ઓફિશિયલ સાઈટ ugcnet.nta.ac.in પર જવું પડશે. પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10મી મે 2024 સુધી લંબાવવામાં આવી છે.
આટલી અરજી ફી છે
પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ 1150 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે ઓબીસી કેટેગરીની ફી 600 રૂપિયા અને અનામત કેટેગરી માટે 325 રૂપિયા રાખવામાં આવી છે.
આ રીતે અરજી કરો
સ્ટેપ- 1: અરજી કરવા માટે ઉમેદવારો UGC NETની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
સ્ટેપ- 2: આ પછી હોમપેજ પર UGC NET જૂન 2024 ની એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
સ્ટેપ- 3: હવે ઉમેદવારો રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો.
સ્ટેપ- 4: આ પછી ઉમેદવારોએ અરજી માટે જરૂરી વિગતો દાખલ કરો.
સ્ટેપ- 5: પછી ઉમેદવારો જરૂરી દસ્તાવેજો અપલોડ કરે છે અને સબમિટ બટન પર ક્લિક કરે છે.
સ્ટેપ-6: આ પછી ઉમેદવારોએ ફોર્મ ડાઉનલોડ કરવું જોઈએ અને હાર્ડ કોપી તેમની સાથે રાખવી જોઈએ.
Education Loan Information:
Calculate Education Loan EMI