UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
NTA એ શુક્રવારે મોડી સાંજે પરીક્ષાની તારીખોનું નોટિફિકેશન જાહેર કર્યું. તેમાં ત્રણ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
UGC NET 2024 exam dates: NTA એ શુક્રવારે મોડી સાંજે પરીક્ષાની તારીખોનું નોટિફિકેશન જાહેર કર્યું. તેમાં ત્રણ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આમાં NCET 2024, Joint CSIR UGC NET અને UGC NET જૂન 2024 સાયકલની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ બધી પરીક્ષાઓ ઓનલાઇન યોજાશે.
NTA એ UGC NET પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી દીધી છે. 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે આ વખતે પરીક્ષા ઓનલાઇન યોજાશે. વાસ્તવમાં, આ મહિનાની 18 તારીખે યોજાયેલી UGC NET ની પરીક્ષામાં પેપર લીકના સંકેત મળ્યા બાદ શિક્ષણ મંત્રાલયે તેને રદ કરી હતી. NTA એ શુક્રવારે મોડી સાંજે પરીક્ષાની તારીખોનું નોટિફિકેશન જાહેર કર્યું. તેમાં ત્રણ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આમાં NCET 2024, Joint CSIR UGC NET અને UGC NET જૂન 2024 સાયકલની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ બધી પરીક્ષાઓ ઓનલાઇન યોજાશે.
- NCET 2024 પરીક્ષા 10 જુલાઈ 2024ના રોજ યોજાશે.
- Joint CSIR UGC NET 25 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે યોજાશે.
- UGC NET જૂન 2024 સાયકલ 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને પરીક્ષા સંબંધમાં ગૃહ મંત્રાલયના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરની નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) તરફથી કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે 18 જૂને યોજાયેલી ઓફલાઇન પરીક્ષામાં ગડબડ થઈ હતી. ત્યારબાદ આ પરીક્ષાને રદ કરીને ફરીથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષામાં થયેલી ગડબડની તપાસ CBI કરી રહી છે.
શિક્ષણ મંત્રાલયે 18 જૂન, 2024ના રોજ દેશના ઘણા શહેરોમાં UGC NET જૂન 2024ની પરીક્ષા યોજી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા બે શિફ્ટમાં OMR (પેન અને પેપર) મોડમાં યોજી હતી. જ્યારે તેના આગલા દિવસે જ 19 જૂન, 2024ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને પરીક્ષા સંબંધમાં ગૃહ મંત્રાલયના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરની નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) તરફથી પરીક્ષામાં ગડબડના ઇનપુટ્સ મળ્યા હતા. 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી UGC NET પરીક્ષા જૂન 2024 દેશભરના 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવી હતી, જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો. 18 જૂને યોજાયેલી NET પરીક્ષાની પ્રથમ શિફ્ટ સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હતી. NTA એ એક જ દિવસમાં તમામ 83 વિષયો માટે પરીક્ષા યોજી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI