UPSC ચેરમેન મનોજ સોનીએ આપ્યું રાજીનામું, કાર્યકાળ પૂરો થવામાં હજુ 5 વર્ષ હતા બાકી
UPSC Chairperson: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપ્યું છે. જો કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે કે કેમ તે અંગે હજુ સુધી માહિતી મળી નથી.
UPSC Chairperson Manoj Soni: UPSC ચેરપર્સન મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. જૂનના અંતમાં આપવામાં આવેલા તેમના રાજીનામાને સ્વીકારવાની સત્તાવાર માહિતી બહાર આવી નથી. સૂત્રોનું કહેવું છે કે હાલ ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. સોનીનો કાર્યકાળ 2029 માં સમાપ્ત થવાનો હતો, પરંતુ અનુપમ મિશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે રાજીનામું આપ્યું છે.
UPSC chairman Manoj Soni tenders resignation due to personal reasons. His resignation has not been accepted yet: Department of Personnel and Training (DoPT) Sources
— ANI (@ANI) July 20, 2024
UPSCના ચેરમેન મનોજ સોનીએ 2029માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા રાજીનામું આપી દીધું છે. તેમણે 2017માં UPSCના સભ્ય તરીકે ચાર્જ સંભાળ્યો અને 2023માં અધ્યક્ષ બન્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર સોની હવે ગુજરાતના અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે.
પીએમના ખાસ
રિપોર્ટ્સ અનુસાર, મનોજ સોની પીએમ નરેન્દ્ર મોદીના ખાસ છે. વર્ષ 2005માં, તેમણે જ મનોજ સોનીની વડોદરા સ્થિત એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક કરી હતી. તે સમયે તેમની ઉંમર 40 વર્ષની હતી. જેના કારણે તેઓ દેશના કુલપતિ બનનાર સૌથી યુવા વ્યક્તિ પણ બન્યા હતા. આ પછી સોનીને ગુજરાતની બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા.
અંગત કારણોસર આ નિર્ણય લેવાયો છે
મનોજ સોની વર્ષ 2020 માં દીક્ષા લીધા પછી મિશનની અંદર સાધુ અથવા નિષ્કામ કર્મયોગી બન્યા. અહેવાલો સૂચવે છે કે તેમનું રાજીનામું અને પૂજા ખેડકર કેસ જોડાયેલા નથી. તેમણે પોતાના અંગત કારણોસર આ પદ પરથી રાજીનામું આપ્યું છે.
યુપીએસસીનું શું કામ છે?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કેન્દ્ર સરકાર વતી વિવિધ પરીક્ષાઓ યોજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ પણ સામેલ છે. આ સંસ્થા સામાન્ય રીતે IAS, IFS, IPS અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પોસ્ટ્સ માટે ઉમેદવારોની ભલામણ કરે છે.
પૂજા ખેડકર કેસ પછી UPSC સમાચારમાં છે
UPSC પ્રોબેશનર IAS ઓફિસર પૂજા ખેડકર સામેના આરોપો પછી સમાચારમાં છે, જેમણે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે તેના દસ્તાવેજો બનાવટી બનાવ્યા હતા. જો કે મનોજ સોનીના રાજીનામાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાબત સાથે કોઈ સંબંધ નથી.
Education Loan Information:
Calculate Education Loan EMI