(Source: ECI/ABP News/ABP Majha)
Police Constable Recruitment 2022: પોલીસ કોન્સ્ટેબલની નીકળી ભરતી, જાણો સંપૂર્ણ વિગત
Police Constable Recruitment: કોન્સ્ટેબલ અને લેડી કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
WB Police Constable Recruitment 2022: પશ્ચિમ બંગાળ પોલીસ ભરતી બોર્ડ (WBPRB) એ કોલકાતા પોલીસ હેઠળ કોન્સ્ટેબલ અને લેડી કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરનાર રસ ધરાવતા અને લાયક ઉમેદવારો WBPRB ની સત્તાવાર વેબસાઇટ, wbpolice.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 29 મે 2022થી શરૂ થઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1666 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 1410 કોન્સ્ટેબલની જગ્યાઓ અને 256 જગ્યાઓ લેડી કોન્સ્ટેબલની છે.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ - 29 મે 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 27 જૂન 2022
ખાલી જગ્યાની વિગતો
પોસ્ટની કુલ સંખ્યા- 1666
કોન્સ્ટેબલ - 1410
લેડી કોન્સ્ટેબલ - 256
શૈક્ષણિક લાયકાત
પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અથવા તેની સમકક્ષમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. બંગાળી ભાષા બોલતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ.
વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી ફી
આ પોસ્ટ્સ માટે અરજી કરતી સામાન્ય શ્રેણી માટે અરજી ફી રૂ. 170 છે અને SC/ST ઉમેદવારો માટે, અરજી ફી રૂ. 20 છે.
પસંદગી પ્રક્રિયા
પ્રારંભિક લેખિત પરીક્ષા - 100 ગુણ
ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ (PMT)
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
અંતિમ લેખિત પરીક્ષા – 85 ગુણ
ઇન્ટરવ્યુ – 15 માર્ક્સ
આ પણ વાંચો......
Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?
અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત
Education Loan Information:
Calculate Education Loan EMI