(Source: ECI/ABP News/ABP Majha)
BEd ની ઝંઝટ જ ખતમ, હવે ધોરણ -12 પછી જ બની શકાશે શિક્ષક, જાણો શું છે ITEP કોર્સ
ઇન્ટિગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) કોર્સનો ઉદ્દેશ્ય શિક્ષકોને શાળાના માળખા અનુસાર મૂળભૂત, પ્રાથમિક, મધ્યમ અને માધ્યમિક તબક્કા માટે તૈયાર કરવાનો છે.
નવી શિક્ષણ નીતિ (NEP 2020) ના આધારે શિક્ષણ પ્રણાલીમાં ઘણા મોટા ફેરફારો થયા છે. આ સંદર્ભમાં હવે શિક્ષકોની ભરતી માટે એક અલગ B.Ed કોર્સ દૂર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં થોડા સમય પહેલા નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષક બનવાની બીએડ માટેની યોગ્યતા નાબૂદ કરવામાં આવી છે.
ટીચિંગ સેક્ટરમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે. હવે સરકારી શાળાઓમાં શિક્ષક બનવા માટે બીએડની અલગ લાયકાત હોવી જરૂરી નથી. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ હવે બીએડ ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક બનવા પર રોક લગાવી દેવામાં આવી છે. હવે નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ નવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
નવી શિક્ષણ નીતિના આધારે પ્રાથમિક સ્તરથી ઉચ્ચ શિક્ષણમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા એક નવો પ્રોગ્રામ ઈન્ટિગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ આગામી સત્રથી શિક્ષણ પ્રણાલીનો એક ભાગ બની શકે છે. ચાલો જાણીએ કે ITEP શું છે.
ઇન્ટિગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) કોર્સનો ઉદ્દેશ્ય શિક્ષકોને શાળાના માળખા અનુસાર મૂળભૂત, પ્રાથમિક, મધ્યમ અને માધ્યમિક તબક્કા માટે તૈયાર કરવાનો છે. આ સુનિશ્ચિત કરશે કે માત્ર લાયક ઉમેદવારો જ શિક્ષણ વ્યવસાયમાં પ્રવેશ કરશે. આ અભ્યાસક્રમમાંથી પસાર થનાર વિદ્યાર્થી ભારતીય મૂલ્યો, ભાષાઓ, જ્ઞાન, નૈતિકતા, આદિવાસી પરંપરા સાથે જોડાયેલ હશે અને શિક્ષણ અને શિક્ષણ શાસ્ત્રમાં લેટેસ્ટ પ્રગતિઓથી પણ વાકેફ હશે.
ITEP કોર્સ ચાર વર્ષનો હશે. વિદ્યાર્થીઓ ધોરણ-12 પાસ કર્યા પછી આ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે. અત્યાર સુધીના નિયમો અનુસાર 12મા ધોરણ પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું પડે છે. પછી ક્યાંક જઈને B.Ed કોર્સ કરવો પડે છે. હવે ITEP કોર્સના આગમન સાથે, ઉમેદવારો માત્ર ચાર વર્ષમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પાત્ર છે.
નવી એજ્યુકેશન પોલિસી દ્વારા દાખલ કરવામાં આવેલા માળખા અનુસાર, ITP કોર્સમાં પ્રવેશ માટે દર વર્ષે એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષામાં રેન્ક મુજબ કોલેજ ફાળવવામાં આવશે. કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના આધારે, વિદ્યાર્થીઓ બીએસસી બીએડ, બીએ બીએડ અથવા બીકોમ બીએડ જેવા પ્રોગ્રામ્સમાં પ્રવેશ લઈ શકે છે. વધુ માહિતી માટે, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) - ncte.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI