શોધખોળ કરો
નાગરિકતા વિવાદને લઈને અક્ષય કુમારે કહ્યું, કોઈને દેશપ્રેમ સાબિત કરવાની જરૂર નથી
અક્ષય કુમાર હાલ કેનેડાની નાગરિકતાને લઈને વિવાદમાં છે. ચૂંટણીમાં મતદાન ન કર્યા બાદ થયેલા વિવાદ બાદ અક્ષય કુમારે માન્યુ કે તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે. પરંતુ તેઓ સાત વર્ષથી ત્યાં નથી ગયો. કારણ વગર મારા માટે વિવાદ કરવામાં આવી રહ્યો છે.

મુંબઈ: લોકસભા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું નોન પોલિટિકલ ઈન્ટરવ્યૂ લેનાર અક્ષય કુમાર હાલ કેનેડાની નાગરિકતાને લઈને વિવાદમાં છે. ચૂંટણીમાં મતદાન ન કર્યા બાદ થયેલા વિવાદ બાદ અક્ષય કુમારે માન્યુ કે તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે. પરંતુ તેઓ સાત વર્ષથી ત્યાં નથી ગયો. કારણ વગર મારા માટે વિવાદ કરવામાં આવી રહ્યો છે. હું ભારતમાં કમાણી કરૂ છુ અને ટેક્સ ચૂકવું છું. અક્ષય કુમારે કહ્યું, કોઈએ દેશપ્રેમ સાબિત કરવાની જરૂર નથી.
— Akshay Kumar (@akshaykumar) May 3, 2019અભિનેતાએ કહ્યું કે ભારત માટે ક્યારેય તેને પોતાનો પ્રેમ સાબિત કરવાની જરૂર નથી ઉભી થઈ, મારા માટે આ ખૂબ જ નિરાશાજનક છે કે મારી નાગરિકતાને લઈને વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમારે ટ્વિટર પર લખ્યું મે ક્યારેય નથી કહ્યું કે મારી પાસે કેનેડાનો પાસપોર્ટ નથી. પરંતુ એ પણ હકીકત છે કે હું સાત વર્ષથી કેનેડા નથી ગયો. હું ભારતમાં જ કામ કરૂ છુ અને ભારતમાં જ ટેક્સ આપું છું. છેલ્લે અક્ષય કુમારે લખ્યું તે દેશ માટે યોગદાન આપતો રહેશે. અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ લખનઉમાં કર્યો રોડ શો, માતા પૂનમ સિન્હા માટે માગ્યા મત
વધુ વાંચો





















