શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નહીં આ ઉમેદવાર માટે કરશે ચૂંટણી પ્રચાર, જાણો વિગત
હું કોઇની પણ સીટ પર પ્રચાર નથી કરવાનો, માત્ર બનાસકાંઠા અને ઉંઝા સીટો પર જ પ્રચાર કરીશ. બનાસકાંઠામાં ઠાકોર સેનાના ઠાકોર સ્વરૂપજી સરદારજી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હવે અલ્પેશ કોંગ્રેસના પરથી ભટોળ અને પરબત પટેલ સામે સ્વરૂપજી ઠાકોરનો પ્રચાર કરશે.
અમદાવાદઃ કોંગ્રેસથી નારાજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે, જોકે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. અલ્પેશે બનાસકાંઠામાં ઠાકોર સેનાના ઉમેદવાર માટે પ્રચાર કરવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, આ બેઠક પર ઠાકોર ઉમેદવારને ટિકીટ આપવાની માંગણી હતી. જોકે, કોંગ્રેસ દ્વારા પરથી ભટોળને ટિકીટ આપવામાં આવી છે. ભટોળ ચૌધરી સમાજમાંથી આવે છે અને સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે. તેમની સામે ભાજપે રૂપાણી સરકારના મંત્રી પરબત પટેલને ટિકીટ આપી છે. તેઓ પણ ચૌધરી સમાજમાંથી આવે છે.
આ બેઠક પર ઠાકોર સમાજને ટિકીટ ન મળતાં અલ્પેશ ઠાકોર નારાજ થયા હોવાની ચર્ચા છે. તેમણે ગઈ કાલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા કે, પાર્ટીમાં રૂપિયા આપીને ટિકિટોનું વેચાણ થાય છે. હું કે મારો કોઇ સમર્થક કોઇ અન્ય પાર્ટીમાં સામેલ થશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે, હું કોઇની પણ સીટ પર પ્રચાર નથી કરવાનો, માત્ર બનાસકાંઠા અને ઉંઝા સીટો પર જ પ્રચાર કરીશ. બનાસકાંઠામાં ઠાકોર સેનાના ઠાકોર સ્વરૂપજી સરદારજી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હવે અલ્પેશ કોંગ્રેસના પરથી ભટોળ અને પરબત પટેલ સામે સ્વરૂપજી ઠાકોરનો પ્રચાર કરશે. તેમજ ઉંઝામાં પણ તેઓ ઠાકોર સમાજના ઉમેદવાર માટે પ્રચાર કરવાના છે.
અલ્પેશે કહ્યું કે, મારા લોકો જોડે પૈસા નથી એટલે હોદ્દાઓ નથી મળ્યા. 2022નો ગુજરાતનો નાથ અમે જ આપીશું. મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાય હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીનાં ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાયા હોત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement