શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ કઈ જગ્યાએ કર્યું મતદાન, જાણો વિગત
આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ: આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. પીએમ નરેન્દ્ર મોદી તથા બીજેપીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું છે. આ ઉપરાંત ચર્ચામાં રહેતા અને કોંગ્રેસમાં જોડાયેલા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે પણ આજે મતદાન કર્યું હતું.
પાટીદાર નેતા અને કોંગ્રેસનો સ્ટાર પ્રચાર હાર્દિક પટેલે વિરમગામમાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. વોટિંગ કર્યા બાદ હાર્દિક પટેલે વોટિંગ કરવા લોકોને અપીલ કરી હતી.
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વોટિંગ કર્યું હતું. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે વોટિંગ કર્યા બાદ પોતાની તસવીર સોશિયલ મીડિયમાં મૂકી હતી જે હાલ વાયરલ થઈ છે.
આ ઉપરાંત અપક્ષ નેતા જીગ્નેશ મેવાણીએ અમદાવાદમાં વોટિંગ કર્યું હતું. આ નેતાઓ વોટિંગ કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે લોકો સેલ્ફી લેવા પડાપડી કરી હતી. જ્યારે તેમની સાથે સ્થાનિક લોકો ચર્ચા પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement