શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધીના વારાણસીથી ના લડવા પર જેટલીનો કટાક્ષ, કહ્યું- ભાઇએ વાયનાડનું શરણ લીધુ અને બહેને.....
નાણામંત્રીએ ટ્વીટર પર આને લઇને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. અરુણ જેટલીએ વીડિયો મેસેજમાં કહ્યું કે, આજનુ નવુ ભારત વંશવાદને ફગાવીને ઉપલબ્ધિઓમાં વિશ્વાસ કરે છે. ‘હમારા પરિવાર’માં પ્રિયંકા ગાંધીનું ઝૂનૂન કોંગ્રેસ પાર્ટી તરફથી માનસિકતાને દર્શાવે છે
નવી દિલ્હીઃ લાંબા સસ્પેન્સ બાદ આજે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના વારાણસીથી ચૂંટણી લડવાની સંભાવનાઓ પર વિરામ લગાવી દીધો છે. વારાણસીના વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોંગ્રેસે અજય રાયને ઉતાર્યા છે. કોંગ્રેસના આ નિર્ણય પર હવે બીજેપીએ એટેક કર્યો છે. ખુદ નાણામંત્રી અરુણ જેટલીએ આને લઇને કટાક્ષ કરીને મજાક ઉડાવી છે.
નાણામંત્રીએ ટ્વીટર પર આને લઇને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. અરુણ જેટલીએ વીડિયો મેસેજમાં કહ્યું કે, આજનુ નવુ ભારત વંશવાદને ફગાવીને ઉપલબ્ધિઓમાં વિશ્વાસ કરે છે. ‘હમારા પરિવાર’માં પ્રિયંકા ગાંધીનું ઝૂનૂન કોંગ્રેસ પાર્ટી તરફથી માનસિકતાને દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી વારાણસીથી પીએમ મોદીની સામે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને ઉતારવાની અટકળો વહેતી થઇ હતી, જોકે, બીજીબાજુ કોંગ્રેસે પણ આ વાતને સસ્પેન્સ રાખી હતી. હવે આખરે કોંગ્રેસ અજય રાયને રિપીટ કર્યા છે.आज का नया भारत वंशवाद को खारिज कर उपलब्धियों में विश्वास करता है। ‘हमारा परिवार’ में प्रियंका गांधी का जुनून कांग्रेस पार्टी की मानसिकता को दर्शाता है। pic.twitter.com/SRe2LAYeik
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement