શોધખોળ કરો

Visavadar By-Election Result: અરવિંદ કેજરીવાલ માટે ખુશ ખબર, AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ BJPને હરાવ્યાં

Visavadar Bypoll Result 2025: ગુજરાતની વિસાવદર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા છે.

Visavadar Assembly Bypoll Result 2025: ગુજરાતની બે વિધાનસભા બેઠકો, વિસાવદર અને કડી પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી સોમવારે થઈ હતી. આ પેટાચૂંટણીમાં, આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક જીતી છે. તેમણે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, ગોપાલ ઇટાલિયાને 75942 મત મળ્યા છે, જ્યારે તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58388 મત મળ્યા છે. આ રીતે, ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલને 17554 મતોથી હરાવ્યા છે.

કોંગ્રેસના ઉમેદવારને કેટલા મત મળ્યા?

આ ઉપરાંત કોંગ્રેસે આ બેઠક પર નીતિન રાણપરિયાને ટિકિટ આપી હતી. પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને માત્ર 5501 મત મળ્યા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા.

19  જૂને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી

ઉલ્લેખનિય છે કે, 19 જૂને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 19 જૂને  જૂને યોજાયેલી પેટાચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર મતવિસ્તારમાં  56.89 ટકા મતદાન થયું હતું.

ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા બાદ બેઠક ખાલી પડી હતી

નોંધનીય છે કે ડિસેમ્બર 2023તત્કાલીન 'આપ' ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને શાસક ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી.

ગુજરાતમાં ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યો છે

182  સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે ૧૨ અને આપ પાસે ચાર ધારાસભ્યો છે. સમાજવાદી પાર્ટી પાસે એક બેઠક છે અને બે બેઠકો અપક્ષ ધારાસભ્યો દ્વારા કબજે કરવામાં આવી છે.

ગુજરાતમાં આજે બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી યોજાઇ હતી, જેમાં વિસાવદર બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી કારણ કે અહીં આપે પોતાના સીનિયર નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. આજે આવેલા પરિણામમાં આપના ગોપાલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચટાડી દીધી છે. એકલા હાથે વિસાવદર બેઠક કબજે કરી લીધી છે. તાજા આંકડા પ્રમાણે, ગોપાલેને વિધાનસભા વિસ્તારમાંથી 51 ટકાથી વધુ મત મળ્યા છે, જે 75 હજારથી પણ વધુ મતો છે. અહીં અમે તમને ગોપાલ ઇટાલિયાના જીવન સફરની કહાણી બતાવી રહ્યાં છીએ. જાણો એક સરકારી કર્મચારીમાંથી ગોપાલ ઇટાલિયા કઇ રીતે પહોંચ્યો વિધાનસભામાં ધારાસભ્ય બનીને....

વિસાવદરમાં આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટાચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પેટાચૂંટણીમાં પરાજય આપ્યો છે. ગોપાલ પટેલ આ સાથે પ્રથમવાર વિધાનસભા પહોંચશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
Embed widget