શોધખોળ કરો
Advertisement
બિહાર: કોંગ્રેસના દિગ્ગજ નેતા વિનોદ શર્માએ કેમ આપી દીધું રાજીનામું, કારણ જાણીને ચોંકી જશો
બિહાર: કોંગ્રેસ પાર્ટી દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં આવતાં બિહાર કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ પાર્ટી અને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે પાર્ટી પર અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
ભારતીય વાયુ સેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર કરેલી એર સ્ટ્રાઈકના પુરાવા માંગવાના કારણે કોંગ્રેસમાં આંતરિક ઘમાસણ મચી ગયું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને બિહાર કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. વિનોદ શર્માએ પાર્ટીની આ હરકતને શરમજનક ગણાવીને પાર્ટી અને પદ પરથી રાજીનામું આપી દીધું છે.
વિનોદ શર્માએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે, મેં અગાઉ પણ તમને પત્ર લખીને તથા ઈ-મેઈલના માધ્યમથી પક્ષના કાર્યકર્તાઓ અને લોકોની ભાવનાથી અવગત કરાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તમે તેની અવગણના કરી હતી.
પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક વ્યાપ્યો છે અને લોકો આક્રોશમાં છે. ત્યાર બાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના આતંકી પ્રશિક્ષણ કેન્દ્ર, બાલાકોટ પર હુમલો કરીને સાહસ પ્રદર્શિત કર્યું જેમાં અનેક આતંકીઓનો ખાતમો થયો. દેશભરના લોકો સેનાના પરાક્રમ અને શૌર્ય પર ગર્વ અનુભવે છે ત્યારે કોંગ્રેસે એર સ્ટ્રાઈકમાં મરેલા આતંકીઓની સૂચિ માંગીને શરમજનક વ્યવહાર કર્યો છે.
વિનોદ શર્માએ કોંગ્રેસી નેતાઓના નિવેદનોને સેનાનું મનોબળ તોડનારા તથા આતંકીઓને પ્રોત્સાહિત કરનારા ગણાવ્યા હતાં. વધુમાં કહ્યું હતું કે, લોકો કોંગ્રેસના નેતાઓને પાકિસ્તાની એજન્ટ સમજવા લાગી છે અને આવા સમયે મને પોતાની જાતને કોંગ્રેસી ગણાવતા શરમ આવે છે કારણ કે મારા માટે રાષ્ટ્ર પાર્ટીથી ઉપર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
મનોરંજન
Advertisement