શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં મતદાન દરમિયાન ‘ભાજપનો પ્રચાર’ કરી રહેલા કુતરાની થઈ ધરપકડ!
પોલીસે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલીસને આ પ્રકારની ફરિયાદ મળી હતી કે એક વ્યક્તિ કુતરા સાથે ફરી રહ્યો છે, કુતરાના શરીર પર ભાજપાના પક્ષમાં સ્ટિકર્સ ચોંટાડેલા છે.
મુંબઈઃ ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબાહ શહેરમાં સોમવારે મતદાનની વચ્ચે ભાજપનું સ્ટિકર લગાવેલ એક શ્વાન અને તેના માલિકની ધરપકડ કરવામાં આવી હતી.
સ્થાનીક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નંદુરબારના નવનાથનગર વિસ્તારના રહેવાસી 65 વર્ષીય એકનાથ મોતીરામ ચૌધરી જ્યારે પોતાના કુતરા સાથે અંધેર હોસ્પિટલ પાસે સોમવારે બપોરે ફરી રહ્યા હતા. ત્યારે કુતરાના શરીર પર સ્ટિકર્સ જોવા મળ્યા હતા. આ સ્ટિકર્સ ઉપર ભાજપાનું ચૂંટણી ચિન્હ બનેલું હતું અને સાથે લખ્યું હતું કે ‘મોદી લાઓ, દેશ બચાવો’.
પોલીસે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલીસને આ પ્રકારની ફરિયાદ મળી હતી કે એક વ્યક્તિ કુતરા સાથે ફરી રહ્યો છે, કુતરાના શરીર પર ભાજપાના પક્ષમાં સ્ટિકર્સ ચોંટાડેલા છે. પોલીસે આ ફરિયાદ પર કાર્યવાહી કરતા એકનાથ ચૌધરી સામે આઈપીસીની કલમ 171-એ પ્રમાણે મામલો નોંધવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement