શોધખોળ કરો

BJP સાંસદ હેમા માલિનીની સંપત્તિમાં 5 વર્ષમાં કેટલો થયો વધારો ? અબજોપતિની લિસ્ટમાં થઈ સામેલ, જાણો વિગત

મથુરાઃ ભાજપની ટિકિટ પરથી મથુરા સીટ પરથી 2019ની ચૂંટણી લડી રહેલી અને વર્તમાન સાંસદ તથા અભિનેત્રી હેમા માલિનીની સંપત્તિમાં 5 વર્ષમાં 34.46 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે તેની કુલ સંપત્તિ 101 કરોડથી વધુ થઈ જતાં અબજોપતિની ક્લબમાં પણ સામેલ થઈ છે. આ સંપત્તિમાં બંગ્લો, જ્વેલરી, કેશ, શેર્સ અને ટર્મ ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. હેમા માલિનીએ ચૂંટણી પેનલ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં આ ઉલ્લેખ કર્યો છે. જ્યારે તેના પતિ ધર્મેન્દ્રની સંપત્તિમાં માત્ર 12.30 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 5 વર્ષ પહેલા 2014ની લોકસભા ચૂંટણીમાં હેમા માલિનીએ તેની કુલ સંપત્તિ 66 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. એફિડેવિટ મુજબ છેલ્લા પાંચ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે બંને 10-10 કરોડ કમાયા છે. 2013-14માં હેમા માલિનીએ આઈટી રિટર્નમાં 15.93 હજાર કરોડ રૂપિયા દર્શાવ્યા હતા જ્યારે 2017-18ના રિટર્નમાં 1.19 કરોડ રૂપિયાથી વધુની રકમ દર્શાવી છે. પાંચ વર્ષ દરમિયાન તેની કુલ આવક 9.87 કરોડ રૂપિયા અને ધર્મેન્દ્રની 9.72 કરોડ રૂપિયા છે. હેમા માલિની પાસે કુલ બે કાર છે. જેમાથી એક મર્સિડીઝ તેણે 2011માં 33,62,654 રૂપિયામાં ખરીદી હતી. આ ઉપરાંત એક ટોયોટા છે, જે 2005માં પાંચ લાખ રૂપિયામાં ખરીદી હતી. જ્યારે ધર્મેન્દ્ર પાસે 1965માં માત્ર સાત હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલી રેન્જ રોવર, 8000માં ખરીદીવામાં આવેલી મારુતિ 800 અને 37 હજારમાં ખરીદેલી પ્રથમ મોટર સાઇકલને હજુ સુધી ગેરેજની બહાર કાઢી નથી. હેમા માલિની અને ધર્મેન્દ્રની સંયુક્ત સંપત્તિ 123.85 કરોડ રૂપિયા (1.23 બિલિયન ડોલર) છે. ધર્મેન્દ્ર પર 7.37 કરોડ રૂપિયા અને હેમા માલિની પર 6.75 કરોડ રૂપિયાનું દેવું છે. 2014 મથુરાથી સાંસદ તરીકે ચૂંટાયા પહેલા હેમા માલિની 2003થી 2009 અને 2011થી2012 સુધી રાજ્યસભા સાંસદ પણ રહ્યા હતા. ગોવાઃ ડેપ્યુટી CM ધવલીકરને હટાવાયા, જાણો કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય ગુજરાતમાં ભાજપે એક સામટા ત્રણ સાંસદોના પત્તા કાપ્યા, કયા નવા ચહેરાઓને મળી ટિકીટ ? આ એક્ટ્રેસ આજે જોડાઈ કોંગ્રેસમાં, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી ટિકીટ ન મળતાં નારાજ થયેલા નેતાઓને મનાવવાની જવાબદારી કોને અપાઇ? જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget