શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોગ્રેસને મોટો ઝટકો, અલ્પેશ ઠાકોરે પક્ષના તમામ પદેથી આપ્યું રાજીનામું
રાધનપુરથી કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. અલ્પેશે રાજીનામાનો પત્ર પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલ્યો છે.
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના મતદાન અગાઉ ગુજરાત કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરથી કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. અલ્પેશે રાજીનામાનો પત્ર પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલ્યો છે. રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી અટકળો વહેતી થઇ હતી. જોકે, અમિત ચાવડાએ અલ્પેશનો પત્ર મળ્યાનો ઇનકાર કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, અમે અલ્પેશ ઠાકોર સાથે વાત કરીશું. અલ્પેશના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઇ હતી. અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું નહી આપે.
Gujarat: Along with MLA Alpesh Thakor, MLA Dhavalsinh Thakor and MLA Bharatji Thakor have also resigned from Congress pic.twitter.com/l8eUmNoNF7
— ANI (@ANI) April 10, 2019
પોતાના રાજીનામા પત્રમાં કોગ્રેસ પર યોગ્ય સન્માન ન આપ્યાનો અલ્પેશ ઠાકોરે આક્ષેપ લગાવ્યો હતો. પત્રમાં અલ્પેશે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના મારા સેનાના ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં દુખ અને આક્રોશ છે. મારા માટે ઠાકોર સેના સર્વોપરી છે. મારી સેનાનો આદેશ છે કે જ્યાં અપમાન અને અવગણના થાય ત્યાં મારે ના રહેવું જોઇએ. જેથી કોગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છુ.Gujarat: MLA Alpesh Thakor of Thakor Kshatriya Sena resigns from Congress party. (File pic) pic.twitter.com/QbayoH1B0z
— ANI (@ANI) April 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion