શોધખોળ કરો
Loksabha Election Results: ગુજરાતમાં ફરી વાર યોજાશે પેટા ચૂંટણી, જાણો કેમ
ભાજપે આ વખતે ચાર સીટિંગ ધારાસભ્યોને લોકસભા ટિકિટ આપી હતી. આ ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે. જેના કારણે તેઓ તેમની સીટ ખાલી કરશે.
![Loksabha Election Results: ગુજરાતમાં ફરી વાર યોજાશે પેટા ચૂંટણી, જાણો કેમ Election Results 2019 Live Updates once again by polls to held in Gujarat know details Loksabha Election Results: ગુજરાતમાં ફરી વાર યોજાશે પેટા ચૂંટણી, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/23211318/by-poll.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપે આ વખતે ચાર સીટિંગ ધારાસભ્યોને લોકસભા ટિકિટ આપી હતી. આ ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે. જેના કારણે તેઓ તેમની સીટ ખાલી કરશે. જેથી તેમની ધારાસભા બેઠકો ખાલી પડશે અને ત્યાં પેટા ચૂંટણી યોજાશે.
અમરાઈવાડીના ધારસભ્ય હસમુખ પટેલ, થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ, લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ અને ખેરાલુના એમએલએ ભરતસિંહ ડાભીને ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનાવી ટિકિટ આપી હતી. જેમાં ચારેયનો વિજય થયો છે. આ કારણે હવે તેમણે બે અઠવાડિયાની અંદર ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડશે.
જેના કારણે તેમની સીટો ખાલી પડશે અને આ સીટો પર ફરીથી પેટા ચૂંટણી યોજવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)