શોધખોળ કરો
Advertisement
ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે કેટલા ઉમેદવારો છે મેદાનમાં ? કઈ બેઠક પર છે સૌથી વધારે મતદારો, જાણો વિગતે
રાજ્યની 6 બેઠકો પર પેટા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
ગાંધીનગરઃ રાજ્યની થરાદ, ખેરાલુ, રાધનપુર, અમરાઈવાડી, લુણાવાડા, બાયડ એમ છ બેઠક ઉપર પેટાચૂંટણી જંગ જામશે. છ બેઠક પર કુલ 14,76,715 મતદારો વોટિંગ કરશે. આ માટે કુલ 1781 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
અમરાઈવાડી બેઠક પર સૌથી વધારે મતદારો છે. અમરાઈવાડી વિધાનસભામાં 2,79,000 મતદારો છે. જ્યારે સૌથી ઓછા મતદારો ખેરાલુ વિધાનસભામાં છે. આ બેઠક પર નોંધાયેલા મતદારોની સંખ્યા 2,09,000 છે. 6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી લાગુ થયેલી આચારસંહિતા અંતર્ગત કુલ 1088 બેનર્સ-પોસ્ટર્સ દુર કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં 6 જનરલ ઓબ્ઝર્વર, 6 ખર્ચ નિરીક્ષકોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકને ટિકિટ આપી છે.
જ્યારે કોંગ્રેસે થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પરથી પટેલ જશુભાઇ શિવાભાઇ, અમરાઇવાડી બેઠક પરથી ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ તથા લુણાવાડા બેઠક પર ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહ, રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈ અને ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી થતા મહુવા રોડ થયો બંધ
રિલાયન્સ જિયોએ આપ્યો મોટો ઝટકો, હવે અન્ય ઓપરેટરમાં કોલ કરવા ચૂકવવા પડશે રૂપિયા, જાણો વિગતે
મહારાષ્ટ્ર ચૂંટણીઃ ગુજરાત ભાજપના નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર અને ગજવશે સભાઓ, જાણો વિગતે
દારૂ પર ગરમાયું રાજકારણઃ ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું ઝુમતું ગુજરાત, સરકારના જ આંકડા કર્યા જાહેર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement