શોધખોળ કરો
Advertisement
ગુજરાત લોકસભાની આ સીટો પર ચાલ્યો ‘મહિલા પાવર’નો જાદૂ, જાણો કઈ સીટો કઈ મહિલા નેતાએ મારી બાજી?
ગુજરાતની છ બેઠકો પર મહિલા નેતાઓના જાદૂ ચાલ્યો હતો. જેમાં મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, ભાવનગર અને સુરત બેઠકો મહિલા નેતાઓએ જીત મેળવી છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમત સાથે 300થી વધુ બેઠકો મળી રહી છે. જ્યારે ગુજરાત લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાતની છ બેઠકો પર મહિલા નેતાઓના જાદૂ ચાલ્યો હતો. જેમાં મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, ભાવનગર અને સુરત બેઠકો મહિલા નેતાઓએ જીત મેળવી છે.
વડોદરા બેઠક પર રજંનબેન ભટ્ટનો 5,89,177 મતે વિજય થયો છે. ભાજપ સામે કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા હતાં.
સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશને 5,48,230 મતે વિજય થયો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાનો પરાજય થયો છે.
મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનો 2,71,466 લાખ મતોથી વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલને 3,66,898 લાખ મત મળ્યાં હતાં.
જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કંડોરિયા મૂળુભાઈ સામે ભાજપના ઉમેદવાર પૂનમ માડમને 2,36,804 મતે વિજય થયો છે.
છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રાઠવા ગીતાબેન 3,77,943 મતથી જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવાને 3,86,502 લાખ મત મળ્યાં હતાં.
ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળનો વિજય થયો છે. ભારતીબેન શિયાળને 6,55,272 લાખ મત મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલને 3,29,131 લાખ મત મળ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement