Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કાલે જાહેર થશે નોટિફિકેશન, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલે ચૂંટણી પંચ નોટિફિકેશન જાહેર કરશે
Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલે ચૂંટણી પંચ નોટિફિકેશન જાહેર કરશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે નોટિફિકેશન જાહેર થશે. વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થશે.
નોટિફિકેશન જાહેર થતા જ ઉમેદવારી ફોર્મ ભરાવવાની કાલથી શરૂઆત થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે. અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.
લગભગ 50 કરોડ પુરૂષો અને 47 કરોડથી વધુ મહિલાઓ મતદાન કરશે. અહીં 1.8 કરોડ પ્રથમ વખત મતદાન કરશે, 88.40 લાખ દિવ્યાંગ લોકો, 19.01 લાખ લશ્કરી સુરક્ષા કર્મચારીઓ, 48000 થર્ડ જેન્ડર મતદારો છે.
કોગ્રેસ આજે જાહેર કરી શકે છે ચાર ઉમેદવારોના નામ
કોંગ્રેસ આજે ગુજરાતની બાકીની બેઠકના તમામ ઉમેદવારના નામ જાહેર કરશે. આજે કોંગ્રેસના બાકી ઉમેદવારના નામ જાહેર કરાશે. લોકસભાની ચાર અને પેટાચૂંટણીના પાંચેય બેઠકના ઉમેદવારના નામ જાહેર થઇ શકે છે. ગઈકાલે પ્રભારી મુકુલ વાસનિકે સંકેત આપ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકથી પરેશ ધાનાણીનું નામ નક્કી છે.
રાજકોટમાં પીએમ મોદી આ તારીખે કરશે જાહેરસભા
ગુજરાતમાં આ લોકસભાની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં છે. ભાજપ ફરી એકવાર રાજ્યની તમામ 26 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યુ છે, તો કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સંગઠનો રૂપાલાની રાજકોટથી ટિકીટને રદ્દ કરવા માટે માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે ખુદ પીએ મોદી રાજકોટમાં સભાને સંબોધિત કરવા ગુજરાત આવી રહ્યાં છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની ડિટેલ્સ સામે આવી છે.