LokSabha Election 2024 LIVE: આવતીકાલે રાજ્યની તમામ 26 બેઠકો પર મતદાન, પ્રચાર પડઘમ શાંત, આજની રાત રાજકીય પક્ષો માટે મહત્વની
Lok Sabha Election 2024: આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે

Background
Lok Sabha Election 2024: આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે, તો વળી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
અમિત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટનો ચૂકાદો, દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો
ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજે મોટી રાહત મળી છે, આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. ખાસ વાત છે કે, સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રૉસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મત નોંધાયો હતો. ખાસ વાત છે કે, વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી, જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી. હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર બહાર હતા.
ગરીબોનું ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે ગાંધીનગરમાં હોબાળો
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાંથી વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ગઇ મોડીરાત્રે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, શહેરમાં સેક્ટર 7માં આ મામલે પોલીસે સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી, ખરેખરમાં, ગાંધીનગરમાં રહેતા ગરીબ પરિવારોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધર્મ પરિવર્તન માટે લોભ અને લાલચ આપવામાં આવી રહી હતી, આ પરિવારોના સભ્યોનું માઇન્ડ વૉશ કરવામાં આવી રહ્યું હતુ, આ સમગ્ર ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો, બાદમાં શહેરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.





















