શોધખોળ કરો

Lok Sabha Elections 2024: કોણ છે સંજય ટંડન? જેને કિરણ ખેરના બદલે બીજેપીએ ચંદીગઢથી આપી ટિકિટ

Sanjay Tondon: સંજય ટંડનના પિતા સ્વર્ગસ્થ બલરામ દાસ ટંડન ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા. જનસંઘની સ્થાપના વખતે પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી

Chandigarh BJP Candidate Sanjay Tandon: ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે વધુ એક ઉમેદવારની યાદી જાહેર કરી છે. ચંદીગઢ લોકસભા સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરતી વખતે ભાજપે સંજય ટંડનને ટિકિટ આપી છે અને બે વખતના સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપી છે. જાણો કોણ છે ભાજપના ઉમેદવાર સંજય ટંડન.

સંજય ટંડન જાણીતા રાજનેતા સ્વર્ગસ્થ બલરામ દાસ ટંડનના પુત્ર છે અને ચંદીગઢની રાજનીતિનો મોટો ચહેરો પણ છે. સંજય ટંડનનો જન્મ 10 સપ્ટેમ્બર 1963ના રોજ અમૃતસરમાં થયો હતો. અહીંથી જ તેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયું હતું. સંજય ટંડન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. તેઓ વર્ષ 1986માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા અને 'એસ ટંડન એન્ડ એસોસિએટ્સ' નામથી તેમની પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે.

સંજય ટંડન ચંદીગઢ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

 સંજય ટંડનની ચંદીગઢની રાજનીતિ અને લોકો પર સારી પકડ છે. એટલા માટે પાર્ટીએ તેમને ચંદીગઢ બીજેપીના અધ્યક્ષ પણ બનાવ્યા. તેમણે 9 વર્ષ સુધી પ્રમુખ પદની જવાબદારી નિભાવી અને તેથી અહીં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત રહી. હાલ તેઓ હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

સંજય ટંડનના પિતા બલરામ દાસ ટંડન ભાજપના અગ્રણી નેતા હતા

સંજય ટંડનના પિતા સ્વર્ગસ્થ બલરામ દાસ ટંડન ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા. જનસંઘની સ્થાપના વખતે પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. જ્યારે બલરામ દલ ટંડનનું અવસાન થયું ત્યારે તેઓ છત્તીસગઢના રાજ્યપાલ હતા. બલરામ દાસ ટંડન પંજાબના કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.

સંજય ટંડન લેખક પણ છે

રાજનીતિમાં સામેલ થવાની સાથે સંજય ટંડન એક લેખક પણ છે. તેણે પત્ની પ્રિયા ટંડન સાથે મળીને સાત પુસ્તકો લખ્યા છે. આમાં સૂર્યપ્રકાશ શ્રેણીનો સમાવેશ થાય છે - જેમ કે રવિવાર માટે સૂર્યકિરણ, સોમવાર માટે સૂર્યકિરણો... વગેરે. આ પુસ્તકોમાં સત્યસાઈ બાબાના ઉપદેશો અને ટૂંકી વાર્તાઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ

ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ

CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક

ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
Lok Sabha Election Phase Voting Live: 8 રાજ્યની 49 બેઠકો માટે મતદાન ચાલુ, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની સહિતનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ કેદ થશે

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

UAN નંબર વગર PF ફંડનું બેલેન્સ જાણો, SMS મોકલતા જ તમામ વિગતો મળી જશે

Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

Embed widget