શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ જાણો ક્યાંથી આવે છો વોટિંગ માટે શાહી, આટલી હોય છે કિંમત
લોકસભા ચૂંટણી માટ વોટિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે વોટ આપ્યો હશે તો એ વાત જાણતા જ હશો કે વોટ આપ્યા બાદ આંગળી પર એક ખાસ પ્રકારની શાહી લગાવવામાં આવે છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટ વોટિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે વોટ આપ્યો હશે તો એ વાત જાણતા જ હશો કે વોટ આપ્યા બાદ આંગળી પર એક ખાસ પ્રકારની શાહી લગાવવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શાહી ક્યાંથી આવે છે અને તેની કિંમત કેટલી છે.
લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે 33 કરોડ રૂપિયાની કિંમતની શાહીની 26 લાખ બોટલનો ઓર્ડર આપ્યો હતો. વર્ષ 2014માં ચંટણી પંચે 21.5 લાખ બોટલનો ઓર્ડર આપ્યો હતો જેની સાથે આ ચૂંટણીમાં 4.5 લાખ વધારે બોટલ મગાવવામાં આવી છે.
ક્યાંથી આવે છે વોટિંગની શાહીઃ કર્માટક સરકારના એકમ મૈસૂર પેન્ટ્સ એન્ડ વોર્નિશ લિમિટેડ ચૂંટણી પંચ માટે શાહી બનાવવાનું કામ કરે છે. આ એક સરકારી અધિકૃત નિર્માતા છે, જે જે આ શાહી બનાવે છે. ચૂંટણી પંચે 1962માં કાયદા મંત્રાલય, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને રાષ્ટ્રીય અનુસંધાન વિકાસ નિગમની સાથે મળીને મૈસૂર પેન્ટ્સની સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટમીમાં પાકી શાહી સપ્લાય કરવા માટે કરાર કર્યો હતો.
મૈસૂર પેન્ટ્સના એમડી ચંદ્રશેખર ડોડામનીએ સમાચાર એજન્સી ભાષાને જણાવ્યું કે, કંપનીને ચૂંટણી પંચ તરફતી 10-10 ક્યૂબિક સેન્ટીમીટરની 26 લાખ બોટલ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. ચંદ્રશેખર અનુસરા, આ સંભવિત 33 કરોડ રૂપિયાનો ઓર્ડર છે. તેમના જણાવ્યા અનુસાર આ વખતે 4.5 લાખ વધારે બોટલ મગાવવામાં આવી છે. મૈસૂર પેન્ટ્સ વિશ્વભરમાં 30થી વધારે દેશોને પાકી શાહી નિકાસ કરે છે. ટેન્ડર અનુસાર એક શાહી બોટલની કિંમત 127 રૂપિયા હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement