શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપના ક્યા સાંસદોનું કપાશે પત્તુ, કોણ થશે રિપીટ, જાણો વિગત
અમદાવાદ: ચૂંટણી પંચે રવિવારે સાંજે 2019ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ દરેક પક્ષોએ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના 26માંથી અડધાથી વધારે સાંસદોને તેમની નિષ્ક્રિયતા, નબળી કામગીરી અને વિવાદના લીધે ફરીથી ટિકિટ નહીં આપવાની દિશામાં ભાજપની કોર કમિટીની બેઠક દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે. જ્યારે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ધાર હાઇકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી દીધો છે.
લોકસભા 2019: લોકસભાની બેઠકો ભાજપે જાહેર કરી નિરીક્ષકોની યાદી, જુઓ વીડિયો
ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ભાજપે છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરી છે જેમાં તમામ 26 બેઠકોના મતવિસ્તારમાં જઈને પક્ષના પ્રદેશ નેતાઓએ સેન્સ લીધી હતી ત્યારબાદ ઉમેદવારોની પસંદગી માટેની પેનલ બનાવવા માટેની કાર્યવાહી ગુજરાત ભાજપની કોર ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો
ગુજરાતના 26 સાંસદોમાંથી કોણ કપાશે, કોણ થશે રિપિટ
- બનાસકાંઠા: સાંસદ હરિભાઈ ચૌધરી, રીપીટ થવાનું કારણ પીએમની ગુડબુકમાં હોવાથી ફરીથી ટિકિટ મળશે.
- અમદાવાદ પૂર્વ: સાંસદ પરેશ રાવલ, ફરી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય. ચૂંટણીમાં જીત્યા બાદ ભાગ્યે જ દેખાયા હોવાથી લોકો રોષમાં છે. દત્તક લીધેલા ગામ તરફ પણ નથી જોયું.
- રાજકોટ: સાંસદ મોહન કુંડારિયા, કેન્દ્રીય નેતાઓની નજીક હોવાથી ફરી ટિકિટ મળવાની શક્યતા. પાટીદાર ઉમેદવાર હોવાથી જ્ઞાતિને ધ્યાનમાં રાખી રિપીટ થઈ શકે છે.
- જામનગર: સાંસદ પૂનમ માડમ પ્રજાલક્ષી કામોમાં સતત કાર્યશીલ હોવાથી રીપિટ થઇ શકે છે. આ સીટ પર ભાજપ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને પણ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
- દાહોદ: સાંસદ જશવંતસિંહ ભાભોર, પી એમની ગુડબુકમાં હોવાથી રિપીટ થઈ શકે છે.
- સાબરકાંઠા: સાંસદ દિપસિંહ રાઠોડ, ફરીથી જીતની શક્યતા ઓછી હોવાથી નો-રિપીટ.
- કચ્છ: સાંસદ વિનોદ ચાવડા, નબળી કામગીરી અને નિષ્ક્રિયતાને કારણે ટીકીટ કપાઇ શકે છે.
- પાટણ: સાંસદ લીલાધર વાઘેલા, નાદુરસ્ત તબિયત અને પાર્ટી વિરોધી વલણના કારણે ટીકીટ કપાઇ શકે છે.
- મહેસાણા: સાંસદ જયશ્રીબેન પટેલ,નબળી કામગીરી અને પાટીદાર સમાજમાં નારાજગીના કારણે ટીકીટ કપાઇ શકે છે.
- ગાંધીનગર: સાંસદ અડવાણી, નાદુરસ્ત તબિયતના કારણે ફરી ચૂંટણી નહીં લડે.
- અમદાવાદ પશ્ચિમ: સાંસદ કિરીટ સોલંકી, પીએમની ગોડ બુક અને સક્રિયતાના કારણે ફરીથી ટિકિટ મળી શકે છે.
- સુરેન્દ્રનગર: સાંસદ દેવજીભાઈ ફતેપરા, અનેક કેસોમાં ફસાયેલા છે અને નબળી કામગીરીના કારણે ટીકીટ કપાઇ શકે છે.
- પોરબંદર: સાંસદ વિઠ્ઠલ રાદડિયા, નાદુરસ્ત તબિયતના કારણે નવા ઉમેદવાર આવી શકે. તેમના સ્થાને હરિભાઇ પટેલના નામની ચર્ચા થઈ રહી છે.
- અમરેલી: સાંસદ નારણભાઇ કાછડીયા, નબળા ઉમેદવાર અને નિષ્ક્રિય હોવાને કારણે નો-રિપીટમાં જશે. સ્થાનિક સ્તરે પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે.
- ભાવનગર: સાંસદ ભારતીબેન શિયાળ, નવા ઉમેદવારને ચાન્સ આપવા અને સાંસદ તરીકે નબળા હોવાથી ટીકીટ કપાઇ શકે છે.
- આણંદ: સાંસદ દિલીપભાઇ પટેલ ,નવા ઉમેદવારને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે.
- પંચમહાલ: સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, પરિવારના વિખવાદ અને વિવાદના કારણે ફરીથી ટિકિટ નહીં મળે.
- છોટાઉદેપુર: સાંસદ રામસિંહ રાઠવા, પાર્ટી સાથે યોગ્ય તાલમેલ ન હોવાથી અને નબળી કામગીરીના કારણે કપાઇ શકે છે.
- બારડોલી: સાંસદ પ્રભુભાઈ વસાવા, નિષ્ક્રિય હોવાને કારણે નવો ઉમેદવાર માટે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે.
- નવસારી: સાંસદ સી.આર.પાટીલ, પીએમની ગુડબુકમાં અને સાંસદ તરીકે સારી કામગીરીને કારણે રિપીટ થઈ શકે છે.
- જુનાગઢ: સાંસદ રાજેશ ચુડાસમા, નવા ઉમેદવારને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે.
- વડોદરા: સાંસદ રંજનબેન ભટ્ટ,પેટા ચૂંટણીમાં જીત્યા હોવાથી હવે નવા ને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે.
- વલસાડ: સાંસદ કે.સી પટેલ, ઉંમર બાધ અને નિષ્ક્રિયતાને કારણે ફરી ટિકિટ નહીં મળે
- ખેડા: સાંસદ દેવુંસિંહ ચૌહાણ, પી એમ ની ગુડબુકમાં અને પ્રજાલક્ષી કામોના કારણે રીપિટ થઇ શકે છે.
- ભરૂચ: સાંસદ મનસુખ વસાવા, પી એમની ગુડબુકમાં અને પ્રજાલક્ષી કામો કરતા હોવાથી રીપિટ થઇ શકે છે.
- સુરતઃ સાંસદ દર્શનાબેન જરદોશ, નવા ઉમેદવારને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion