શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ PM મોદી આ તારીખે ભરશે ઉમેદવારી પત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી 26 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર દાખલ કરશે. આ પહેલા પીએમ મોદી 25 એપ્રિલના રોજ વારાણસીમાં એક રોડ શો પણ કરશે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી 26 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર દાખલ કરશે. આ પહેલા પીએમ મોદી 25 એપ્રિલના રોજ વારાણસીમાં એક રોડ શો પણ કરશે. પીએમ મોદીનો આ રોડ શો બીએચયૂ ગેટથી શરૂ થઈને કલેક્ટર ઓફિસ સુધી થશે. કહેવાય છે કે ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ બાબા કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે.
આ પહેલા વર્ષ 2014માં વારાણસીમાં પીએમ મોદીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રોડ શો કર્યો હતો. પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો પ્રયત્ન છે કે, આ વખતે પણ 2014ની જેમ જ પીએમ મોદીના રોડ શો અને ઉમેદવારી પત્ર દરમિયાન વધુમાં વધુ ભીડ એકઠી કરવામાં આવે.
નોંધનીય છે કે, વારાણસીમાં 19 મેના રોજ થનાર મતદાન માટે 22 એપ્રિલના રોજ નોટિફિકેશન જારી કરવામાં આવશે. આ નોટિફિકેશન બાદ ઉમેદવારની પ્રક્રિયા શરૂ થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement