શોધખોળ કરો
Advertisement
મોદીને વોટ આપવા છોડી દીધી નોકરી, ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો આ વ્યક્તિ, જાણો વિગત
સુધીંદ્ર હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રીનિંગ ઓફિસર તરીકે કામ કરતો હતો. જોકે તેને ભારતમાં વોટિંગના દિવસની રજા ન મળી તો તેણે નોકરી છોડી દીધી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક પ્રશંસકો છે, પરંતુ એક ફેન એવો પણ છે જે વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં તગડા પગારની નોકરી છોડીને આવ્યો છે. ભારતમાં વોટિંગ કરવા આવવા માટે રજા ન મળવાના કારણે આ વ્યક્તિએ નોકરી છોડી દેવાનું યોગ્ય માન્યું. કર્ણાટકના રહેવાસી સુધીંદ્ર હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રીનિંગ ઓફિસર તરીકે કામ કરતો હતો. જોકે તેને ભારતમાં વોટિંગના દિવસની રજા ન મળી તો તેણે નોકરી છોડી દીધી.
સુધીંદ્રએ કહ્યું કે, મને 5 થી 12 એપ્રિલ સુધી રજા મળી હતી. હું રજાને વધારે લંબાવી શકું તેમ નહોતો. કારણકે આ દિવસોમાં ઇસ્ટર અને રમઝાનના કારમે એરપોર્ટ પર ઘણી ભીડ હોય છે. હું કોઇપણ ભોગે વોટ કરવા માંગતો હતો. તેથી મેં રાજીનામું આપીને ઘર પરત આવવાનો ફેંસલો કર્યો.
સુધીંદ્રએ એમબીએ કર્યું છે. તેણે કહ્યું કે, સિડનીમાં વિશ્વભરથી આવતા લોકો વચ્ચે કામ કરું છું. જેમાં યુરોપિયન અને પાકિસ્તાની પણ સામેલ છે. જ્યારે આ લોકો કહે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે ત્યારે મને ગર્વ થાય છે. હું ભારતની બદલાતી છબી અને અને સફળતાનો શ્રેય વડાપ્રધાન મોદીને આપીશ.
તેણે કહ્યું કે, હું સીમા પર જઈને દેશની રક્ષા ન કરી શકું પરંતુ વોટ આપીને એક મતદાર તરીકેને ફરજ તો નિભાવી શકું છું. નોકરીને લઈ તેણે કહ્યું, હું ઓસ્ટ્રેલિયામાં પીઆર કાર્ડ હોલ્ડર છું. હું પહેલા પણ સિડનીમાં રેલવેની સાથે કામ કરી ચુક્યો છું. મને નથી લાગતું કે બીજી નોકરી શોધવામાં કોઇ મુશ્કેલી પડે.
આ પહેલા પણ તે ગત લોકસભા ચૂંટણી દરમિયાન 17, એપ્રિલ 2014ના રોજ ભારત આવ્યો હતો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ સિડની પરત ફર્યો હતો. આ વખતે પણ તે 23 મેના રોજ પરિણામો જાહેર થયા બાદ સિડની જશે અને બીજી નોકરી શોધશે.
વિપક્ષોએ ફરી ઉઠાવ્યો EVMમાં છેડછાડનો મુદ્દો, સુપ્રીમ કોર્ટમાં કરશે ફરિયાદ
ગુજરાતમાં કૉંગ્રેસ માટે હાર્દિક સૌથી મોટો પ્રચારક, 50 જાહેરસભા માટે ફાળવ્યું હેલિકોપ્ટર, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement