શોધખોળ કરો
મહેસાણા જિલ્લાના ક્યાં દિગ્ગજ નેતાએ કૉંગ્રેસના ઉમેદવારને ટેકો આપી ભાજપના કર્યા રામરામ, જાણો વિગત

પાટણ: પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના ઉમેદવારી પત્ર દરમ્યાન મહેસાણાના ભાજપ જિલ્લાના ઉપપ્રમુખ અને દુધસાગરડેરીના ચેરમેન મોઘજીભાઈ ચૌધરીની હાજરી જોવા મળી હતી. મોઘજીભાઈ ચૌધરીએ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું, ભાજપ કિન્નાખોરી રાખી તેમને પરેશાન કરે છે. પશુપાલકોને બરબાદ કરવાની ભાજપ નીતિ કરશે તેની સામે જંગ કરીશું તેવી ચીમકી જગદીશ ઠાકોરે ઉચ્ચારી હતી. પશુપાલકોના કારણે મોઘજીભાઈ ચૌધરી ભાજપથી નારાજ છે તેવું જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. મોઘજીભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન છે. કોંગ્રેસે ગુજરાતની બાકીની બેઠકો પર કોને આપી ટિકિટ, જાણો વિગત
વધુ વાંચો





















