શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બાબાસાહેબ આંબેડકરની અવગણના કોંગ્રેસ જેટલી કોઇ પણ પાર્ટીએ નથી કરીઃ PM મોદી
જમુઈ: બિહારના જમુઈમાં પ્રધાનમંત્રી મોદીએ એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. જમુઈ લોકસભા બેઠક પરથી એલજેપીના ઉમેદવાર ચિરાગ પાસવાનના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો કે બાબા સાહેબનું કૉંગ્રેસે જેટલું અપમાન કર્યું છે, તેટલું કોઈ અન્ય પક્ષે નથી કર્યું. તેમણે એ પણ દાવો કર્યો કે તેમના પ્રતિસ્પર્ધીઓ ખોટુ બોલી રહ્યા છે કે જો ભાજપ સત્તામાં આવશે તો પછાત વર્ગોનું અનામત ખતમ કરી નાખશે.
પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, કૉંગ્રેસ સત્તામાં આવતા મોંઘવારી વધી જાય છે. દેશમાં આતંકી પ્રવૃતિ અને હિંસા વધી જાય છે. ભ્રષ્ટાચાર પણ વધવા લાગે છે. બિહારમાં ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ગઠબંધનની પાર્ટી રિવર્સ ગિયરવાળી પાર્ટી છે. પીએમ મોદીએ કહ્યું, સેનાના જવાનોને પરેશાન કરવાનો પ્રયાસ કૉંગ્રેસ શોધી રહી છે. આતંકવાદ હોય કે નક્સલવાદ હોય અમારી નીતિ સાફ છે. રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું, ગઠબંધનના નેતાઓ દેશ કરતા પાકિસ્તાનના પ્રવક્તા વધારે લાગે છે. યૂપીએના છેલ્લા પાંચ વર્ષમાં જેટલા યુવાનો નક્સલવાદના રસ્તે ગયા એટલા અમારી સરકારમાં પાછા ફર્યા છે.PM Modi in Jamui, Bihar, earlier today: Recall how Congress treated architect of our Constitution, Dr Baba Saheb Ambedkar. Congress plotted many conspiracies to defeat him. It is important that youth of today knows about these facts. pic.twitter.com/QcAAuZa8M7
— ANI (@ANI) April 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion