Odisha Assembly Election Results 2024: ઓડિશામાં નવીન પટનાયકને મોટો ફટકો, ભાજપ બહુમત તરફ અગ્રેસર
Odisha Assembly Election Results 2024: ઓડિશામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
Odisha Assembly Election Results 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે આવવાના છે. આ સાથે ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવશે. આ રાજ્યમાં ભાજપ અને એનડીએ માટે સારા સમાચાર આવી શકે છે. ઓડિશામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
As per initial trends by ECI, BJP is leading on 50 seats, BJD leading on 30 seats, Congress on 6 seats in the Odisha Assembly elections. pic.twitter.com/MhINcQt2Nn
— ANI (@ANI) June 4, 2024
પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. તેમના ખાતામાં 65 બેઠકો આવી છે. તે જ સમયે બીજેડી પણ 44 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી છે. માત્ર ચાર અન્ય બેઠકો મળી છે. ઓડિશામાં સરકાર બનાવવા માટે 74 બેઠકોની જરૂર છે.
નવીન પટનાયક 2024ની ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડી તરફથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બીજી તરફ, ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના આધારે કોઈપણ પ્રાદેશિક ચહેરા વિના આ ચૂંટણી લડી હતી. ઓડિશા વિધાનસભાની 147 બેઠકો અને લોકસભાની 21 બેઠકો માટે 13 મેથી 1 જૂન સુધી ચાર તબક્કામાં મતદાન થયું હતું. ઓડિશામાં ભાજપને લોકસભા અને વિધાનસભા બંનેમાં મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 23, કોંગ્રેસને નવ, સીપીઆઈ(એમ)ને એક બેઠક અને એક બેઠક અપક્ષને મળી હતી. આ ચૂંટણીમાં બીજેડીને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને લગભગ 33 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસને 16 ટકા અને અન્યને 6 ટકા વોટ મળ્યા હતા.