શોધખોળ કરો
Advertisement
PM નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા, માતાના આશિર્વાદ લીધા, જાણો વિગત
આજે વહેલી સવારે મતદાન કર્યા પહેલાં જ નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવાં પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીએ માતા સાથે 10 મીનિટ જેટલી વાતચીત કરી હતી.
અમદાવાદ: આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે મતદાનના આગલા દિવસે જ ગુજરાત પધાર્યા હતાં. ગાંધીનગરમાં રાજભવનમાં નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કર્યું હતું.
આજે વહેલી સવારે મતદાન કર્યા પહેલાં જ નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવાં પહોંચ્યા હતાં. માતાના આશિર્વાદ લીધા બાદ નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા રવાના થશે.
માતા હીરાબા જ્યાં રહે છે ત્યાંના લોકો નરેન્દ્ર મોદીને જોવા માટે ઘરની બહાર આવી ગયા હતાં. જ્યારે સોસાયટીની બહાર જ નરેન્દ્ર મોદીને જોવા માટે લોકોના ટોળાં વળ્યાં હતાં.
Gujarat: Prime Minister Narendra Modi arrives at his mother's residence in Gandhinagar. He will cast his vote in Ahmedabad, shortly. pic.twitter.com/Ik9cDksSr4
— ANI (@ANI) April 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement